Ahmedabad: અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. શહેરમાં ભારે બફારા વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. પ્રિ-સાયક્લોનિક એક્ટિવિટીને કારણે વરસાદનું વહેલું આગમન થઈ ગયું હતું. હવામાન વિભાગે 12 જૂન સુધી વરસાદ પડવાની આગાહી કરી હતી.
અમદાવાદ શહેરમાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. અસહ્ય બફારા વચ્ચે ગરમીથી શહેરીજનોને આંશિક રાહત મળી હતી. શહેરના વસ્ત્રાલમાં આશરે બે કલાક ધોધમાર વરસાદ વરસ્યો હતો. સમી સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. આંધી અને ભારે પવન ફૂંકાયો હતો. પ્રિ-સાયક્લોનિક એક્ટિવિટીના કારણે મોડી રાત્રે અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ ગઈ હતી.
આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત
આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે
આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત
આ પણ વાંચો: પગાર સમયસર નહીં તો કામ નહીં, રાજકોટમાં બસ ડ્રાઇવરોની હડતાળ