Russia-Ukraine war/ યુક્રેનના ખાર્કિવમાં ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર પર રશિયન સેનાએ રોકેટથી કર્યો હુમલો

યુક્રેનના ખાર્કિવમાં ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર પર હુમલાના સમાચાર છે. રશિયન સેનાએ ખાર્કિવ શહેરમાં ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર પર હુમલો કર્યો છે.

Top Stories World

યુક્રેનમાં તબાહીનું દ્રશ્ય જોવા મળી રહ્યા છે. શહેરો ખંડેરમાં ફેરવાઈ રહ્યા છે.  સ્થિતિ એવી છે કે ન તો રશિયા હુમલાને રોકી રહ્યું છે અને ન તો યુક્રેન હાર માની રહ્યું છે. આગલા દિવસે જ્યાં રશિયાએ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી, તેના બીજા જ દિવસે તેમણે મારિયુપોલ પર હુમલો કર્યો.યુક્રેનના નાગરિકોની સાથે, અમેરિકનો પણ આ યુદ્ધમાં કૂદવા માટે તૈયાર છે. બીજી તરફ ઘણી કંપનીઓ રશિયા પર પ્રતિબંધોનો વ્યાપ વધારી રહી છે

યુક્રેનના ખાર્કિવમાં ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર પર હુમલાના સમાચાર છે. રશિયન સેનાએ ખાર્કિવ શહેરમાં ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર પર હુમલો કર્યો છે. યુક્રેનના મીડિયા અનુસાર, રશિયન દળોએ ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર પર રોકેટ છોડ્યા છે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તુર્કીના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં કહ્યું છે કે યુક્રેન અમારી શરતો સ્વીકારે, યુદ્ધ ખતમ થઈ જશે. રશિયન મીડિયા અનુસાર, વ્લાદિમીર પુતિને તુર્કીના રાષ્ટ્રપતિને સ્પષ્ટ કર્યું કે તેઓ તેમની શરતોને સ્વીકાર્યા વિના યુક્રેનમાં પાછા હટવા માટે તૈયાર નથી. તેમણે એમ પણ કહ્યું છે કે નરસંહાર રોકવા માટે યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો છે.