Not Set/ અમદાવાદ: ચાલુ કારની અંદર ક્રિકેટ સટ્ટા બેટીંગ રમાડતા બે આરોપીઓની ધરપકડ

અમદાવાદ, અમદાવાદના છેવાડે આવેલા અડાલજ પાસેથી પોલીસે ચાલુ કારની અંદર ક્રિકેટ સટ્ટા બેટીંગ રમતા રમાડતા બે આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ કરતા ક્રિકેટ-સટ્ટાનું કનેક્શન સટ્ટા બેટીંગના કિંગ કહેવાતા ટોમી પટેલ અને ભૂતપૂર્વ સટ્ટાકિંગ દિનેશ કલગીના નજીકના જીતુ થરાદ સુધી પહોંચતું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે જ્યારે આરોપીઓને પકડ્યા ત્યારે તેઓ ચાલુ કારમાં […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદના છેવાડે આવેલા અડાલજ પાસેથી પોલીસે ચાલુ કારની અંદર ક્રિકેટ સટ્ટા બેટીંગ રમતા રમાડતા બે આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

આરોપીઓની પૂછપરછ કરતા ક્રિકેટ-સટ્ટાનું કનેક્શન સટ્ટા બેટીંગના કિંગ કહેવાતા ટોમી પટેલ અને ભૂતપૂર્વ સટ્ટાકિંગ દિનેશ કલગીના નજીકના જીતુ થરાદ સુધી પહોંચતું હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે જ્યારે આરોપીઓને પકડ્યા ત્યારે તેઓ ચાલુ કારમાં પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી એક દિવસીય ક્રિકેટ મેચ પર બેટિંગ કરતા હોવાની હકીકત બહાર આવી હતી.

જેમાં તપાસ દરમિયાન પોલીસે લક્ઝુરિયસ કાર અને ક્રિકેટ સટ્ટાના સાધનો સહિત કુલ સાડા ચાર લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.  આ સટ્ટાબેટિંગ ના કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરતા કૌભાંડનું કનેક્શન જીતુ થરાદ અને ટોમી પટેલ સુધી પહોંચી રહ્યું છે.

ત્યારે પોલીસે ખાસ ટીમ બનાવીને ક્રિકેટ સટ્ટાનું કૌભાંડ આચરનારા ટોળકીને ઝડપી પાડવા તપાસનો તખતો તૈયાર કર્યો છે. જેમાં હવે જોવાનું રહેશે કે પોલીસ તપાસમાં ક્રિકેટ સટ્ટાના કહેવાતા ટોમી પટેલ અને જીતુ થરાદ ક્યારે પોલીસના સકંજામાં આવે છે.