Not Set/ ખેડૂતોની “ન કહેવાય કે ન સહેવાય”ની સ્થિતિ

કચ્છ, કચ્છના ભચાઉના વાંઢિયા ગામના ખેતરોમાં ખાનગી કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. ખેતરોમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી ખેડૂતોના પાકોને નુકશાન થઇ રહ્યુ છે ને ઉપરથી ખાનગી કંપનીના માલિકોને આ અંગે જણાવતા ખેડુતો સામે દાદાગીરી કરી રહ્યા છે. ખેડૂતોની ન કહેવાય કે ન સહેવાયની સ્થિતિ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય […]

Gujarat Others Videos

કચ્છ,

કચ્છના ભચાઉના વાંઢિયા ગામના ખેતરોમાં ખાનગી કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. ખેતરોમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી ખેડૂતોના પાકોને નુકશાન થઇ રહ્યુ છે ને ઉપરથી ખાનગી કંપનીના માલિકોને આ અંગે જણાવતા ખેડુતો સામે દાદાગીરી કરી રહ્યા છે.

ખેડૂતોની ન કહેવાય કે ન સહેવાયની સ્થિતિ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ અંગે સ્થાનિક ખેડૂત રાણાભાઇએ જણાવ્યુ હતુ કે ખેતી જ અમારો મુખ્ય આધાર છે. ત્યારે કેમિકલયુક્ત પાણીથી અમારો પાક નિષ્ફળ થઇ રહ્યો છે. તો પરિવારના નિર્વાહનુ શુ ?. આથી અમને આ બાબતે ન્યાય મળે તેવી અમે માગ કરી રહ્યા છીએ.