Election Result/ ગામડે ગામડે ખીલ્યું ‘કમળ’, ‘કોંગ્રેસ’ને ન મળ્યો કોઇ સ્કોપ

ભાજપ માત્ર શહેરોમાંજ નહી હવે ગામડાઓમાં પણ મજબૂત પ્રભૂત્વ ધરાવે છે તે સાબિત થઇ ગયુ છે. કારણ કે જે રીતે ચૂંટણીના પરિણામો આવ્યા છે. જેમાં કોંગ્રેસ કોઇ પણ સ્થળે

Top Stories Gujarat

ભાજપ માત્ર શહેરોમાંજ નહી હવે ગામડાઓમાં પણ મજબૂત પ્રભૂત્વ ધરાવે છે તે સાબિત થઇ ગયુ છે. કારણ કે જે રીતે ચૂંટણીના પરિણામો આવ્યા છે. જેમાં કોંગ્રેસ કોઇ પણ સ્થળે પિક્ચરમાં જ નથી રહી. એટલે સુધી કે કેટલાક મતવિસ્તારોતો એવા છે જયાં કોંગ્રેસ ડબલ ડીજીટમાં પણ બેઠક મેળવી શકી નથી. તો આમ આમદી પાર્ટી શહેરોની સાથે ગામડાઓમાં પણ પગપેસારો કરવામાં સફળ રહી છે. જો કે તેના માટે તો આ ચૂંટણી વકરો એટલો નફો જેવી જ રહી છે.

આ ઉત્સાહ જીતનો છે. માત્ર જીતનો જ નહી વિજયોત્સવનો છે. અને તે પણ જવલંત વિજયનો. મહાનગરપાલિકામાં અભૂતપુર્વ પ્રતિસાદ મળ્યા બાદ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં પણ ભાજપે ગુજરાતભરમાં અભૂતપુર્વ વિજય વાવટા ફરકાવ્યા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત હોય કે પછી સમગ્ર સૌરાષ્ટ્ર. ગુજરાતના ખુણે ખુણે ભાજપનું કમળ ખિલ્યું છે.

મહાનગરપાલિકામાં મેદાન માર્યા બાદ ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતના ખુણે ખુણામાંથી કોંગ્રેસનો એક રીતે જોઇએ તો સફાયો કરી દીધો છે. મતગણતરી બાદ જે રીતે પરિણામો આવવાની શરૂઆત થઇ હતી. તેમાં શરૂઆતથી જ ભાજપ અને કોંગ્રેસની બેઠકો વચ્ચે એક મોટી સરસાઇ જોવા મળી હતી. જે અંતિમ ઘડી સુધી જળવાઇ રહી. અને કોંગ્રેસનો કચ્ચરઘાણ વળી ગયો.

બપોરથી જ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભાજપમાં વિજય ઉત્સવની ઉજવણીઓ શરૂ થઇ હતી.તો કોંગ્રેસ હેડક્વાટરમાં સન્નાટો હતો.,અને સાંજ સુધીમાં તો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના હાઇકમાન્ડે રાજીનામા પણ સ્વિકારી લીધા હતા. કારણ કે સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં કોંગ્રેસની ખુબ ભૂંડી રીતે હાર થઇ છે. તો કોંગ્રેસના દિગ્ગજો એવા ધાનાણી, અમિત ચાવડા, ભરતસિંહ, અશ્વિન કોટવાલ અને વિક્રમ માડમ જેવા નેતાઓના ગઢમાં પણ ભાજપે ગાબડાં પાડ્યા છે.

તો આ ચૂંટણીમાં નવુ સમીકરણ આમ આદમી પાર્ટીએ જોડ્યુ છે. પાટીદારોના ગઢ ગણતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીઓએ એન્ટ્રી મારી દીધી છે. ગુજરાતની ૩૧ જીલ્લા પંચાયતમાંથી એક પણ કોંગ્રેસના ફાળે આવી નથી. તેવી જ સ્થિતી નગરપાલિકા અને તાલુકાપંચાયતમાં પણ છે. જયાં વર્ષો જૂની કોંગ્રેસ એમ સમજો કે જળમૂળથી ઉખડી ગઇ છે. ૩૧માંથી 29 જિલ્લા પંચાયત તો એવી છે કે જયાં કોંગ્રેસ ડબલ ફિગરે પણ પહોંચી શકી નથી જ્યારે બેમાં તો મીંડુ મુકાવ્યું છે.

રાતો રાત રણનીતી બદલી

જો કે મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો વિજય તો થયો હતો. પણ સુરત મહાપાલિકા માં આમ આદમી પાર્ટીનો પગપેસારો થતા ભાજપના નેતાઓ એલર્ટ થઈ ગયા હતા. અને રાતો રાત રણનીતી બદલી હતી. ભાજપે તાત્કાલિક અસરથી વ્યૂહરચના બદલીને ગામડાઓમાં કૉંગ્રેસના બદલે આપ ને પરાસ્ત કરવામાં વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. કારણ કે મહાનગરપાલિકાના પરિણામોમાં ભાજપની ટક્કર કોંગ્રેસ સાથે નહી પણ સીધી આમ આદમી પાર્ટી થઇ હતી. જે પાટીદાર મત વિસ્તારમાં વિજેતા બની હતી. એટલે ભાજપને ડર હતો કે જેમ પાટીદાર ફેક્ટર ૨૦૧પમાં નુકશાન કરી ગયુ હતું.

જો પાટીદાર ફેક્ટર આ વખતે પણ આપ તરફી વળે તો ભાજપને જીત માટે મુશ્કેલી હતી. તેથી ભાજપે જે બેઠકો પર આપ ના ઉમેદવારો લડતા હતા. ઉપરાંત ખમતીધર અપક્ષ ભાજપને નડે નહીં તે માટે વધારાની ટીમ એક્ટિવ કરી હતી. તેના કારણે જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના પરિણામોમાં કૉંગ્રેસની સાથે આપને પણ પછાડી ભાજપે ફરી એકવાર વિજય વાવટો ફરકાવ્યો હતો.

૨૦૧પમાં પાટીદાર ફેક્ટર કામ કરી જતાં કોંગ્રેસને ૨૨ જીલ્લા પંચાયતો હાથમાં આવી હતી. અને ભાજપને સ્થાનિક ચૂંટણીમાં ભારે નુકશાન ગયુ હતું. પણ ફરી એક વાર ભાજપે ૨૦૧૦નું પુનરાવર્તન કર્યુ છે. 2010માં ભાજપ 30 જિલ્લા પંચાયત પર કેસરીયો લહેરાવ્યો હતો. અને આ વખતે જો ગામડે ગામડે કેસરીયો લહેરાવીને ફરી સાબિત કરી દીધુ છે કે ગુજરાત ભાજપનો અતૂટ ગઢ છે. જેને જીતવા ઘણી મહેનતની જરૂર છે.