Crime/ ભાવનગરમાં કાપડના વેપારીના અપહરણની ફરિયાદ

મંતવ્ય ન્યૂઝ – સમાચાર ટુ ધ પોઇન્ટ…ભાવનગરમાં કાપડના વેપારીના અપહરણની ફરિયાદ

Gujarat Others

 

  • ભાવનગરમાં કાપડના વેપારીના અપહરણની ફરિયાદ
  • વેપારીને બ્લેકમેઇલ કરી 5 લાખ રૂપિયાની માંગી ખંડણી
  • બે ઈસમોએ પોલીસની ઓળખ આપી કર્યું અપહરણ
  • ડ્રગ્સ વેચતો હોય વીડિયો બનાવી યુવતી સાથે ફોટા પાડી બ્લેકમેલ
  • 90 હજાર ખાતામાં જમા કરાવ્યા અને 5 લાખની કરી માંગ
  • એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

ભાવનગરના કાળિયાબીડમાં વિસ્તારમાં રહેતા અને આ જ વિસ્તારમાં રેડીમેટ કાપડ નો વ્યવસાય કરતા પરપ્રાંતિય વેપારીનું કારમાં અપહરણ કરી યુવતી સાથે વિડીયો ઉતારી વેપારીની પત્ની ને મોકલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને વેપાર પાસેથી રૂપિયા પાંચ લાખની ખંડણી માંગી હતી. જે અંગે વેપારી દ્વારા યુવતી સહિત સાત શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા અને કાપડનો વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીનું અપહરણ કરી પાંચ લાખની ખંડણી માંગી યુવતી સહિત સાત શખ્સો દ્વારા તેને અપહરણ કરી રૂપિયા પાંચ લાખની ખંડણી માંગી અને ફરિયાદ વેપારી દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી જે અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર કાળિયા ભીલ વિસ્તારમાં પટેલ પાર્ક એકમાં રહેતા અને દુધિયા ના ખન્ના ના વતની દીપકભાઈ બીપીન ભાઈ ગોયલ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે પોતાનો મિત્ર મિતેશ રાઠોડ કોમલ નામની એક યુવતી સાથે ટીશર્ટ ની ખરીદીના બહાને દુકાનમાં આવી બાદમાં મિતેશ બંને મલય મોલ માં મુકવા જવાનું કહી કાર માં યુનિવર્સિટી કેમ્પસ ગેટ પાસે લઈ જાય અગાઉથી એક્ટીવા પર આવેલા બે શખ્સો કાર અટકાવી પાછળની સીટમાં બેસી મારી ખોટું બોલ આવી યુવતી સાથે વિડીયો ઉતારી પત્નીને મોકલવાની રૂપિયા પાંચ લાખની ખંડણી માંગી પોતાની જ કારમાં અપહરણ કરી તળાજા નજીક એક ઈટના ભઠ્ઠા પાસે લઈ જાય google pay મારફતે રૂપિયા 90000 વનરાજ નામના શખ્સે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી ધમકી આપી શહેરના નજીક મુક્ત કરીને કારની ચાવી અને એટીએમ કાર્ડ લઇ નાસી છૂટયા હતા બાદમાં આ ઘટના અંગે દીપકભાઈ એક યુવતી સહિત સાત લોકો સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ-ડિવીઝન પી.આઇ સિસોદિયા ગણતરીના સમયમાં જ આરોપીઓને ઉપાડી નજરકેદ કરી તમામને કોરોના પરીક્ષણ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.