ગુજરાત/ રાજ્યમાં કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા, વરસાદનાં કારણે વહેલી સવારે Visibility થઇ ઓછી

શિયાળામાં ઠંડીની સાથે હવે કમોસમી વરસાદની શરૂઆત થઇ છે. જી હા, રાજ્યમાં ગત રાત્રિ (બુધવાર) એ ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

Top Stories Gujarat Others
કમોસમી
  • ગુજરાતમાં કમોસમી વરસાદ
  • રાજ્યના સાત તાલુકામાં કમોસમી માવઠુ
  • ધાનેરા -અબડાસા-ડીસા-ખંભાળીયામાં માવઠુ
  • લાખણી અને ભાભરમાં પણ કમોમસી માવઠુ
  • અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ
  • પંચવટી- જોધપુર- નહેરૂનગરમાં પણ વરસાદ
  • પૂર્વવિસ્તારમાં પણ શહેરમાં વરસાદ
  • વરસાદના કારણે તમામ રસ્તા ભીના થયા
  • કમોસમી માવઠાથી રવિપાકને નુક્સાન
  • રાજ્યમાં હજી આગામી સમયમાં વરસાદની આગાહી
  • હવામાન વિભાગે કરી છે આગાહી

શિયાળામાં ઠંડીની સાથે હવે કમોસમી વરસાદની શરૂઆત થઇ છે. જી હા, રાજ્યમાં ગત રાત્રિ (બુધવાર) એ ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમા અમદાવાદ, ગાંધીનગર, ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોમસી વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો – અવસાન / મ્યુઝિક ગ્રુપ શિલોંગ ચેમ્બર કોયરના સ્થાપક અને સંગીતકાર નીલ નોંગકિરીન્હનું અવસાન,PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોએ સાવચેત રહેવા હવામાન વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. ગાંધીનગર અને અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને ખેડૂતોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે. જો કે આ વચ્ચે રાજ્યનાં સાત તાલુકામાં કમોસમી વરસાદે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. જેમા ધાનેરા, અબડાસા, ડીસા, ખંભાળીયા, લાખણી અને ભાભર છે. વળી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા અને તેમા પણ Visibility ઓછી હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં પંચવટી, જોધપુર, નહેરુનગર સહિત પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. વરસાદનાં કારણે તમામ રસ્તાઓ ભીના થઇ ગયા છે. વળી આ કમોસમી વરસાદનાં કારણે રવિપાકને પણ ભારે નુકસાન થઇ રહ્યુ છે. ઉપરાંત હવામાન વિભાગની આગાહી છે કે, હજુ પણ આગામી સમયમાં વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા ખેડૂતોને ખાસ સાવચેતી રાખવા કહેવાયુ છે અને ગોડાઉનમાં ખુલ્લો પડેલો માલ પલળી ન જાય તેનુ ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે.

આ પણ વાંચો – covid19 / સિનેમાઘરોમાં કોરોનાનો હાહાકાર, મુંબઈમાં રાત્રે 8 વાગ્યા પછી શો નહીં ચાલે, નવી ફિલ્મોની રિલીઝ ડેટ પર ઉઠ્યો સવાલ!

ઉલ્લેખનીય છે કે, રવિ પાકની સીઝનમાં વરસાદની આગાહીથી ખેડૂતો ફરી એક વાર ખેતીને નુકસાન થવાની શક્યતાથી ચિંતિત બન્યા છે. ઉત્તર ભારતનાં અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે અને હજી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં છે. હવે આ વરસાદ ગુજરાત સુધી પહોંચશે,જેથી રાજ્યમાં હવે વરસાદી માહોલ છવાઈ જશે. રાજ્યમાં ભારે વરસાદ પડવાની સંભવાના છે? કેટલા દિવસ સુધી કમોસમી વરસાદ પડશે અને કયા વિસ્તારોને વધારે અસર કરશે?