દુર્ઘટના/ સુરત GIDCમાં ગેસ લિકેજ થતા 6 મજૂરોનાં મોત,25ની હાલત ગંભીર,CM ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું

સુરતની સચિન GIDC વિસ્તારમાં ગેસ ગૂગળામળથી પાંચ મજૂરોના મોત નિપજ્યા છે,આ વિસ્તારમાં એક કેમિકલ ભરેલી ટેન્કરમાંથી ગેસ લિકેજ થતાં આ દુર્ઘટના ઘટી હતી

Top Stories Gujarat

સુરતની સચિન GIDC વિસ્તારની ઘટના
કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 6 મજૂરના મોત
સચિનની રાજકામલ ચોકડી પાસે પાર્ક હતું ટેન્કર
ગેસ લીક થતા નજીકમાં સુતેલા મજૂરો ગૂંગળાયા
5 મજૂરોના મોત અને 20 થી વધુ મજૂરોને અસર
તમામને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડા

સુરતની સચિન GIDC વિસ્તારમાં ગેસ ગૂગળામળથી પાંચ મજૂરોના મોત નિપજ્યા છે,આ વિસ્તારમાં એક કેમિકલ ભરેલી ટેન્કરમાંથી ગેસ લિકેજ થતાં આ દુર્ઘટના ઘટી હતી. ગેસ લિકેજ થતાં 5 મજૂરોના મોત નિપજ્યા છે. સુરતના GIDC વિસ્તારમાં રાજકાલ ચોકડી પાસે આ ઘટના ઘટી હતી ,આ વિસ્તારમાં પાર્ક કરેલી ટેન્કરમાંથી ગેસ લિકેજ થતાં 6 મજૂરો ગૂંગળાઇ ગયા હતા અને તેમને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

 

 

સિવિલ હોસ્પિટલનાી આરએમઓએ જણાવ્યું હતું કે ગેસના ગૂંગળામળના લીધે મજૂરોના મોત થયા છે,20થી વધુ મજૂરોને આ ગેસ લિકેજની અસર થઇ છે.આ ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટના અંગે શોક વ્યકત કર્યો છે

સવારે થયેલા અકસ્માત બાદ પ્રિન્ટીંગ મીલમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ, અજાણ્યો ટેન્કર ચાલક મિલ પાસે આવેલા નાળામાં ઝેરી કેમિકલ ઠાલવતો હતો. આ દરમિયાન તેમાંથી ઝેરી ગેસ નીકળવા લાગ્યો. જેના કારણે નજીકમાં આવેલી પ્રિન્ટીંગ મિલના કર્મચારીઓ પણ તેની ઝપેટમાં આવી ગયા હતા.

હાલ તો ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ કરી રહી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ પાંચ લોકોના મોત શ્વાસ રૂંધાવાને કારણે થયા છે.

જણાવી દઈએ કે આ પહેલા ગુજરાતના અમદાવાદમાં એક કપડાની ફેક્ટરીમાં કેમિકલ વેસ્ટની ટાંકી સાફ કરતી વખતે ચાર મજૂરોના મોત થયા હતા. અમદાવાદના ધોળકા સ્થિત ચિરીપાલ ગ્રુપના વિશાળ ફેબ્રિક યુનિટમાં આ અકસ્માત થયો હતો. જોકે આ અકસ્માતમાં ગેસ લીક ​​થયો હતો તે જાણી શકાયું નથી.