Not Set/ રવિશંકર બન્યા જામનગરના નવા મ્યુ.કમિશનર,એમ.વાય દક્ષિણીને મહેસાણા કલેક્ટરનો સોંપાયો ચાર્જ

રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસમાં ઘટાડો થતાં જ આઈએએસ અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. તાજેતરમાં જ આઈએએસ અધિકારીઓની બદલી બહોળા પ્રમાણમાં કરવામાં આવી હતી.

Top Stories Gujarat

રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસમાં ઘટાડો થતાં જ આઈએએસ અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. તાજેતરમાં જ આઈએએસ અધિકારીઓની બદલી બહોળા પ્રમાણમાં કરવામાં આવી હતી. આ દરમિયાન વહીવટી કારણોસર મહેસાણા અને વડોદરા કલેકટરની જગ્યા ખાલી પડી હતી.આ બંને જગ્યાનો ચાર્જ બંને શહેરના જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

મહેસાણામાં મહત્ત્વપૂર્ણ કામગીરી ને આપ્યા બાદ લોકપ્રિય બનેલ એમ.વાય. દક્ષિણી મહેસાણા કલેકટર તથા વડોદરા શહેરમાં યથોચિત કામગીરી બાદ લોકોમાં જાણીતો ચહેરો બની ગયેલા શાલિની અગ્રવાલના સ્થાને ડીડીઓ કિરણ ઝવેરીને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

એ જ શ્રેણીમાં જામનગર મ્યુનિસિપલ કમિશનર સતિષ પટેલની બદલી થી ખાલી પડેલ જગ્યાનો વધારાનો હવાલો કલેકટર રવિશંકરને સોંપવામાં આવ્યો છે. આઈએએસ કક્ષા પર વિધિવત રીતે કલેકટર, વિડિયો અને મહાનગરપાલિકાના કમિશનરની બદલીઓ આગામી દિવસોમાં હશે ત્યાં સુધી વચગાળાની આ વ્યવસ્થા હોવાનું રાજ્ય સરકારનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.