- ઓમિક્રોન સંકટની સૌથી ડરામણી હકીકત
- સા.આફ્રિકાના આંકડા જોઈને ચોંકી જશો
- માત્ર 5 જ દિવસમાં પાંચ ગણા થઈ ગયા કેસ
- મંગળવારે નોંધાયા હતાં 4,353 નવા કેસ
- બુધવારે નોંધાયા સીધા ડબલ 8,561 કેસ
- ગુરુવારે કેસ વધીને પહોંચ્યા 11,535 સુધી
- છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 16,055 કેસ
- બમણી ગતિએ નવા કેસમાં થતો વધારો
- ઓમિક્રોન મામલે બેદરકારી બનશે મહાભૂલ
વિશ્વનાં દેશોમાં કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે દક્ષિણ આફિક્રામાં કોરોના સંક્રમણની સૌથી ડરામણી હકીકત સામે આવી છે. દક્ષિણ આફ્રિકામાં ઝડપથી ઓમિક્રેન વેરિયેન્ટનાં કેસ વધી રહ્યા છે. માત્ર પાંચ દિવસમાં જ પાંચ ગણા કેસ નોંધાયા છે. નજર કરીએ તો મંગળવારે 4 હજાર 353 કેસ નોંધાયા હતા, તો બુધવારે સીધા ડબલ 8 હજાર 561 કેસ સામે આવ્યા હતા, ગુરુવારે 11 હજાર 535 કેસ નોંધાયા હતા અને હવે છેલ્લા 24 કલાકમાં 16 હજાર 55 દર્દી નોંધાયા છે. દક્ષિણ આફ્રિકામાં બમણી ગતિએ વધતા કેસને લઈ લોકોમાં ભય પેદા થયો છે.
આ પણ વાંચો – પયંગબરના પોસ્ટર અનાદર મામલે / પાકિસ્તાનમાં શ્રીલંકાના નાગરિકની ટોળાએ માર મારીને હત્યા કરી નાંખી બાદમાં સળગાવ્યો
આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસો હવે વિશ્વભરમાં ફેલાઈ રહ્યા છે. આ જ ક્રમમાં, કેનેડામાં ઓમિક્રોન વેરિઅન્ટ કોરોના વાયરસનાં 15 કેસની પુષ્ટિ થઈ છે. કેનેડામાં, 15 લોકો કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા છે. રોઇટર્સે કહ્યું છે કે, કેનેડિયન જાહેર આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે કે, ગંભીર બિમારીનું વલણ સમગ્ર દેશમાં ફરીથી વધવાનું શરૂ થઈ શકે છે. ફેડરલ સરકારે કહ્યું કે, તેણે COVID-19 રસીકરણ પર રાષ્ટ્રીય સલાહકાર બોર્ડની ભલામણને સમર્થન આપ્યું છે. જે અંતર્ગત 50 વર્ષથી વધુ ઉંમરનાં તમામ લોકોને રસીકરણનાં છ મહિના બાદ બૂસ્ટર શોટ આપવામાં આવશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
