એક વ્યક્તિ એક હોદ્દાનાં સિદ્ધાંતોને વરેલા ભાજપે સુરક ડિસ્ટ્રીક્ટ બેંકમાં સાંસદો અને ધારાસભ્યોને મેદાને ઉતારતા સ્થાનિક નેતાઓ અને લોક પ્રતિનીધિઓમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ
ગુજરાતમાં સહકારી ક્ષેત્રોની ચૂંટણીની મોસમ હોલ ફૂલ બહારમાં જોવામાં આવી રહી છે. હાલનાં સમયમાં અનેક બેંક અને ડેરી સહિત ખરિદ-વેચાણ સંઘની ચૂંટણીનો શોરબકોર સંભળાઇ રહ્યો છે. તેવામાં સુરત ડિસ્ટ્રીક્ટ બેંકની ચૂંટણી મામલે ભાજપનું સ્થાનીક રાજકારણ ગરમાયુ હોવાનું જોવામાં આવી રહ્યું છે. સુરત જીલ્લા બેંકની ચૂંટણી જાહેર થતાની સાથે જ વિવાદના વંટોળ ઉભા થવા પામ્યા છે. ક્ષેત્રનાં વર્ષો સુધી ધારાસભ્ય અને સાંસદો રહી ચૂકેલા નેતાઓ પણ હવે સહકારી માળખામાં પણ પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યા છે. જેને લઈને સહકારી માળખામાં પ્રભુત્વ ધરાવતા આગેવાનોમાં અંદરો અંદર ઘર્ષણ શરુ થવાના એંધાણ શરુ થયા છે.
Murder: સુરતનાં વરાછામાં ફાટેલી નોટે યુવકનો લીધો જીવ, હત્યાથી સનસની…

આપને જણાવી દઇએ કે, ભાજપ દ્વારા સુરત ડિસ્ટ્રીક્ટ બેંકની ચૂંટણી માટે પોતાની પેનલ જાહેર કરી દેવામાં આવી છે. પેનલ જાહેર થતા જ ભાજપનો આંતરીક ડખ્ખો સપાટી પર આપી ગયાનું પ્રતિત થઇ રહ્યું છે. માંડવીનાં સાંસદે પણ હવે સાંસદનો હોદાથી થાકીને સહકારી માળખામાં પોતાનું વર્ચસ્વ જમાવવા માંગતા હોઈ તે પ્રમાણે પોતાના જ મત વિસ્તારમાંથી બેંકની ચૂંટણીમાં ઉમેદવારી નોધાવશે.
Ahmedabad: જુહાપુરામાં 10 મહિનામાં 200થી વધારે લોકોના કોરોનાથી મોત…
![]()
ડાયમંડ સિટી તરીકે સમગ્ર ગુજરાતમાં ઓળખાતા સુરતની ડિસ્ટ્રીકટ બેંકની ચૂંટણી જાહેર થતા ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી, માંડવીના સાંસદ પ્રભુ વસાવા દ્વારા પોતાના મતવિસ્તારમાંથી પોતાની ઉમેદવારી નોંધાવતા સુરત ડિસ્ટ્રીકટ બેંકની ચૂંટણીમાં શિસ્તમાં માનનારી ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદરનો વિરોધ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ યાદીમાં માંડવીનાં સાંસદ પ્રભુ વસાવા માંડવીથી પોતાની ઉમેદવારી નોધાવી છે. ઓલપાડથી મુકેશ પટેલ ચૂંટણી લડવાના છે. જયારે ચોર્યાસી બેઠક પરથી સંદીપ દેસાઈ એ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
Gujarat: વેકસીનેશનની કામગીરી પૂર્ણ, કેન્દ્ર જાહેર કરે તો તરત શરૂ કરાશ…

હજુ ચુંટણી યોજવાની છે ત્યારે આગામી સમયમાં સુરત ડિસ્ટ્રીકટ બેંકની ચુંટણીમાં ભાજપના ધારાસભ્ય અને સાંસદ જીતશે કે પછી હારનો સામનો કરવો પડશે. તે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં જ નક્કી થશે. પરંતુ ઉમેદવારી લીસ્ટ જાહેર કરવામાં આવતા અને એક વ્યક્તિ એક હોદ્દાને વરેલા ગણાતા ભાજપમાં સાંસદો-ધારાસભ્યોની ઉમેદવારી ડિસ્ટ્રીક્ટ બેંકમાં જાહેર કરવામાં આવતા સુરત ભાજપમાં ભારેલ અગ્નીની સ્થિતિ જોવામાં આવી રહી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
