ગુજરાત/ સરકારી અધિકારીનું અપહરણ કરી માંગી ખંડણી, હિન્દી ફિલ્મની સ્ટાઈલમાં પીછો કરી છોડાવ્યા

સરકારી અધિકારીનું અપહરણ કરી ખંડણી માંગવામાં આવી. અપરણકારોએ 25 લાખની ખંડણી માંગતા અધિકારીને હિન્દી ફિલ્મની સ્ટાઈલની જેમ છોડાવવામાં આવ્યા.

Top Stories Gujarat Others

Ahmedabad News: સરકારી અધિકારીનું અપહરણ કરી ખંડણી માંગવામાં આવી. અપરણકારોએ 25 લાખની ખંડણી માંગતા અધિકારીને હિન્દી ફિલ્મની સ્ટાઈલની જેમ છોડાવવામાં આવ્યા. પાલનપુરમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ડેપ્યુટી ઈન્ડસ્ટ્રી ઓફિસર (DIC)નું ગાંધીનગરના ગિયોદ ગામમાંથી મંગળવારે બપોરે ત્રણ શખ્સોએ અપહરણ કર્યા બાદ 25 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. અધિકારીનું અપહરણ થયાની માહિતી મળતા જ પોલીસ વિભાગ સક્રિય થયો અને ગણતરીના કલાકોમાં જ મુક્ત કરાવ્યા.

ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસને માહિતી મળી કે પાલનપુરના આસિસ્ટન્ટ ડેપ્યુટી ઇન્ડસ્ટ્રી ઓફિસરનું અપહરણ થયું છે. આ માહિતી મળતા જ પોલીસ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી. ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર એચ.પી. પરમારે અપહરણકારોને શોધી કાઢ્યા અને એક કલાક સુધી કારનો પીછો કર્યા બાદ અપહત આર.કે. વસાવાને છોડાવ્યા.

ગાંધીનગર પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, વસાવા, જેઓ 30 જૂને નિવૃત્ત થવાના છે, તેઓ રજા પર હતા અને ગાંધીનગરમાં સેક્ટર 12 ખાતેના તેમના ઘરે હતા.

મંગળવારે બપોરે તેઓ ગાંધીનગરથી હિમતનગર જવા નીકળ્યા હતા. ગાંધીનગર જિલ્લાના ગિયોદ ગામ પાસે કારમાં આવેલા ત્રણ શખ્સોએ પરમારની કારનો પીછો કરીને તેને રોકવાની ફરજ પાડી હતી. વસાવાએ તેની કાર રોકી કે તરત જ ત્રણેય તેને ખેંચીને તેમની કારમાં ધક્કો મારીને ભાગી ગયા હતા. “તેઓએ વસાવાને મંગળવારે સાંજે 5.30 વાગ્યા સુધીમાં 25 લાખ રૂપિયાની ખંડણીની વ્યવસ્થા કરવા માટે તેના મિત્રને ફોન કર્યો હતો. અને પૈસા ના આપવા પર તેમને જાનથી મારી નાખી દૂરના સ્થળે છોડી દેવાની ધમકી આપી હોવાનું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પરમારે જણાવ્યું હતું કે વસાવાના મિત્રએ તે દરમિયાન ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો, જ્યારે જિલ્લાના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોએ ચેકપોઇન્ટ ઉભા કરવામાં આવ્યા હતા. “મેં અપહરણકારોની કારને ટ્રેક કરી અને પીછો કર્યો. મેં તેમની કારને મારી સાથે અથડાવી, જેના કારણે તેમની કારને નુકસાન થયું અને તેનું ટાયર ફાટી ગયું. તેઓએ પગપાળા ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ મેં તેમને પકડી રાખ્યા અને વસાવાને બચાવ્યા. અપહરણકર્તાઓમાંથી એક ભાગવામાં સફળ થયો,” પરમારે કહ્યું. પરમારે જણાવ્યું હતું કે અપહરણકારોની ઓળખ રોહિત ઠાકોર, ભીખા ભરવાડ અને રાયમલ ઠાકોર તરીકે થઈ હતી. રોહિત અને ભીખા પકડાઈ ગયા પરંતુ રેમલ ભાગી જવામાં સફળ રહ્યો. તેઓએ ભાવનગરના રહેવાસી બુધા ભરવાડના કહેવાથી અપહરણને અંજામ આપ્યો હતો, એમ પરમારે જણાવ્યું હતું.

ગાંધીનગરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અપહરણકર્તાઓએ ધાર્યું હતું કે વસાવા પાસે પુષ્કળ પૈસા છે અને જો તેઓ તેમનું અપહરણ કરે તો તેઓને ખંડણી મળી શકે છે. ચિલોડા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કુમાર કાનાણીએ GCAS ના પોર્ટલની કામગીરી સામે લેટર લખી નારાજગી દર્શાવી

આ પણ વાંચો: ‘જો પોલીસ ગુનાહિત કેસમાંથી મુક્ત નથી, તો વકીલો…’; ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો: નરોડાનો વેપારી સાયબર ફ્રોડનો શિકાર થયો, 98 લાખની થઈ છેતરપિંડી, કેનેડા સાથે છે કનેકશન

આ પણ વાંચો: ગુજરાતમાં લેબમાં બનતા નશીલા પદાર્થનો પ્રદાફર્શ