સુરત/ કુમાર કાનાણીએ GCAS ના પોર્ટલની કામગીરી સામે લેટર લખી નારાજગી દર્શાવી

વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક લેટર લખ્યો હતો.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 49 કુમાર કાનાણીએ GCAS ના પોર્ટલની કામગીરી સામે લેટર લખી નારાજગી દર્શાવી

@દિવ્યેશ પરમાર 

Surat News: વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક લેટર લખ્યો હતો.આ વખતે જીસીએએસ પોર્ટલ પરથી આપવામાં આવેલ કોલેજ પ્રવેશમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી અને વાલીઓને મુશ્કેલી પડતી હોવાના આક્ષેપ સાથે શિક્ષણ મંત્રી,આરોગ્ય મંત્રી તેમજ vnsgu ના કુલપતિ ને પત્ર લખ્યો હતો

સુરત વરાછા ના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક વખત લેટર લખીને ભાજપની વર્તમાન સરકારની નીતિ પદ્ધતિ સામે પ્રશ્નો ઊભા કર્યા છે આ વખતે કુમાર કાનાણીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જી.સી.એ એસ પોર્ટલ દ્વારા જે પ્રવેશ આપવાની પદ્ધતિ છે તેની સામે પ્રશ્નો ઊભા કર્યા છે એટલું જ નહીં પણ આ પદ્ધતિમાં ઘણી બધી ખામીઓ છે  અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તંત્રની ભુંડી ભૂમિકા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

ખાસ કરીને મેરીટ માં આવતા હોય તેવા વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી લેવા ઓફર લેટર અપાય છે ઓફર લેટરમાં દસ દિવસનો ટાઈમ હોવા છતાં બીજે દિવસે તમામ પ્રક્રિયાઓનો છેદ ઉડાડી પ્રવેશ ફાળવી દેવામાં આવ્યા છે અને જ્યારે વિદ્યાર્થીઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તંત્ર પાસે રજૂઆત કરે છે ત્યારે જી સી એ એસ પોર્ટલની મોનિટરિંગની કોઈ સિસ્ટમ ન હોવાની વાત કરી તંત્ર હાથ ઉંચા કરી લે છે આ સમગ્ર પ્રક્રિયામાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો મોટો ફાયદો થાય તેવું આયોજન થયું હોય તેવા આક્ષેપો પણ આ પત્રમાં કરવામાં આવ્યા છે.

આ સમગ્ર પ્રક્રિયા માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવે તેમજ જે પ્રવેશ આડેધડ ફાળવવામાં આવ્યા છે તેની પણ ચકાસણી કરવાની માંગ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કરી છે ..જે મામલે શિક્ષણ મંત્રી ,આરોગ્ય મંત્રી અને vnsgu ના કુલપતિ ને સંબોધી આ લેટર લખ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર

આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: GSSSB દ્વારા નવી ભરતી, જાણો ક્યારે યુવાનો અરજી કરી શકશે…