Gujarat Weather News: વહેલી સવારથી જ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદથી વાતાવરણમાં પલટો આવ્યો છે, ઠેર ઠેર ઠંડક પ્રસરી ગઈ છે. વાદળછાયા વાતવરણમાં લોકો બહાર ફરવા નીકળી પડ્યા છે. કેટલાય જીલ્લાઓમાં મોડી રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ગુજરાતમાં 66 તાલુકામાં મેઘો વરસ્યો છે.
ગુજરાતમાં સાબરકાંઠામાં વાદળછાયું વાતાવરણ છે. હિંમતનગરમાં વહેલી સવારથી ઝરમર ઝરમર વરસાદ વરસ્યો છે. વડાલી સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદથી ગરમીમાં રાહત મળી છે. અમદાવાદના વાતાવરણમાં આજે વહેલી સવારથી પલટો આવતાં શહેરીજનોને ઠંડકનો અહેસાસ થયો છે. શેકાઈ જવાતી ગરમીમાં વરસાદના આગમનથી રાહત થઈ છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
વડોદરામાં ચાર દરવાજા, સયાજીગંજ, અલકાપુરી, રાવપુરા, ખોડીયારનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠાના વિજયનગરમાં વહેલી સવારથી મેઘરાજા વરસ્યા છે. વિજયનગરના બાલેટા,ગાડીવાકડામાં વરસાદ પડ્યો છે. દઢવાવ દતોડ,ચીઠોડા ગામ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ચોમાસું બેસતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે.
રાજ્યમાં ભાવનગર, કચ્છ, રાજકોટ, સુરતમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે રોડ પર પાણી ભરાયાં છે. ગુજરાતના 66 તાલુકામાં વરસાદ પડ્યો છે. જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ 88 મીમી વરસાદ નોંધાયો છે.
જૂનાગઢમાં 57મીમી વરસાદ,
બારડોલી : 26 મીમી
ચોર્યાસી : 16 મીમી
કામરેજ : 5 મીમી
માંડવી : 6 મીમી
મહુવા : 24 મીમી
માંગરોળ : 37 મીમી
ઉમરપાડા : 12 મીમી
ઓલપાડ : 15 મીમી
સુરત સીટી : 17 મીમી
આ પણ વાંચો: બનાસકાંઠામાં ચવાણાંમાંથી મૃત ગરોળી નીકળતાં મચી ચકચાર
આ પણ વાંચો: દમણનાં દરિયા કિનારે અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ
આ પણ વાંચો: અંબાલાલ પટેલે અતિભારે વરસાદની કરી આગાહી
આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 160 વિરૂદ્ધ ગુનો નોંધાયો