Recruitment/ GSSSB દ્વારા નવી ભરતી, જાણો ક્યારે યુવાનો અરજી કરી શકશે…

ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માગતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે…….

Top Stories Gujarat Education Breaking News

Gujarat News:  ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માગતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં (GSSSB) ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પોસ્ટ પર આ માહિતી આપવામાં આવી હતી.

GSSSBના સચિવ હસમુખ પટેલે માહિતી આપી

નવી ભરતી અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ખેતી મદદનીશની 436 જગ્યાઓ ભરવામાં આવશે. આ સાથે જ બાગાયત મદદનીશની 52 જગ્યાઓ અને અતિથિ ગૃહમાં મેનેજરની 14 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. યોગ્ય શેક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 01/07 થી 20/07/2024 સુધીમાં OJAS પર ઓનલાઈન એપ્લિકેશન મંગાવવામાં આવશે. GSSSBની સત્તાવાર વેબસાઈટ પર નોટિફિકેશન મૂકવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થતાં ભયનો માહોલ

આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર

આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર