Gujarat Weather News: ગુજરાતમાં મોડી રાત્રિથી વરસાદ વરસી રહ્યો છે. કેટલાય જીલ્લામાં છુટોછવાયો અને ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વર્ષા થતાં વાતાવરણ ખુશનુમા બન્યું છે.
અમદાવાદમાં મોડી રાત્રિથી ધીમો ધીમો વરસાદ વરસ્યો છે. વહેલી સવારે પણ વરસાદને પગલે ગરમીથી રાહત મળી છે. શહેરમાં અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડ્યો છે. કચ્છનાં નખત્રાણામાં દોઢ ઇંચ વરસાદ વરસતાં નગરમાં પાણી ફરી વળ્યા હતા. તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું.
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ખેડૂતો માટે કાચું સોનું સમાન વરસાદ થયો છે. ધંધુકા પંથકમાં રાત્રે મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી હતી. ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.
વીજળી ગૂલ થતાં લોકો લાઈટ વગર પરેશાન થયા હતા. સાબરકાંઠા, હિંમતનગર અને વડાલીના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફર્યા છે. ખેડૂતોને ચોમાસાના વરસાદની રાહ જોવાનો અંત આવ્યો છે.
અરવલ્લીનાં માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અડધા કલાકમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડતાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આસપાસના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ખેતીલાયક વરસાદથી ખેડૂતો ખુશ થયા છે. અરવલ્લીમાં રાત્રી દરમિયાન નોંધાયેલ વરસાદ
બાયડ – 26 મીમી
ભિલોડા – 10 મીમી
માલપુર – 07 મીમી
આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર
આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ
આ પણ વાંચો: ગીર સોમનાથ- જૂનાગઢમાં વરસાદે ધડબડાટી બોલાવી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી