Rajkot News: રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયામાં ભારે વરસાદ પડ્યો છે. રાજકોટમાં બપોરથી જ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાનું કોઈ ગામ કોરું રહ્યું નથી. રાજકોટ જિલ્લામાં આજે બપોર બાદ વરસાદી માહોલ જોમ્યો હતો. રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ગોંડલ, ધોરાજી, જેતપુર તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
રાજકોટ જિલ્લાના જસદણ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે. આટકોટ,ગરણી,ગુંદાળા, જંગવડ, સાણથલી, વીરનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
આટકોટ અને સાણથલી ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ ઉપર અને ખેતરોમાં પાણી વહેતા થયાં હતા. સાણથલી ગામે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. આજે સવારથી અસહ્ય ગરમીના બફારા બાદ ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છ.
સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વાવણી લાયક વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લામાં હજી પડધરી અને જસદણ પંથકના અમુક ગામડાઓમાં જ વાવણી લાયક વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં વરસાદે તોફાની બેટિંગ કરી છે. દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
ભારે વરસાદના કારણે ખંભાળિયા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં લાઈટ જતી રહી છે. ખંભાળિયાના શહેરના મુખ્ય માર્ગો પાણી પાણી થયા છે. વાવણી બાદ જરૂરી સમયે વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે.ભાણવડ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાણવડમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અનેક ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
આ પણ વાંચો: બનાસકાંઠામાં ચવાણાંમાંથી મૃત ગરોળી નીકળતાં મચી ચકચાર
આ પણ વાંચો: દમણનાં દરિયા કિનારે અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ
આ પણ વાંચો: અંબાલાલ પટેલે અતિભારે વરસાદની કરી આગાહી
આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 160 વિરૂદ્ધ ગુનો નોંધાયો