Sabarkantha News/ ધો.10 અને 12 માં નાપાસ વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન ફી સિવાયની રકમ લાંચ પેટે લેનારા શિક્ષક સહિત ત્રણ ઝડપાયા

એસીબીએ શિક્ષક અને તેની મહિલા આસિસ્ટંટ સહિત 3 જણાની 1.60 લાખની લાંચ લેતા ધરપકડ કરી

Top Stories Gujarat

Gujarat News : ધો.10 અને 12માં નાપાસ તથા ધો.6 પછી અભ્યાસ છોડી દેનારા વિદ્યાર્થીને નોઈડાના એક શિક્ષણ સંસ્થાન મારફતે પરીક્ષા દ્વારા ડિગ્રી મેળવી આપવાના બદલામાં 1.60 લાખની લાંચ માંગનારા સાબરકાંઠાના એક શિક્ષક તથા મહિલા અને અન્ય એક વ્યક્તિની એન્ટી કર્પ્શન બ્યુરો(એસીબી)એ ધરપકડ કરી છે. આ બનાવની વિગત મુજબ એસીબીએ આ કેસમાં સાબરકાંઠાના ઈડર સ્થિત સાબલવાડમાં રહેતા ખાનગી શિક્ષક કમલેશ જી. પટેલ, ઈડરના લાલપુરમાં રહેતા અને આસિસ્ટંટ તરીકે ખાનગી નોકરી કરતા કાજલ ડી.ત્રિવેદી અને આસિસ્ટંટ તરીકે ખાનગી નોકરી કરતા ઈડરના કાવા ખાતે રહેતા ઈશુ પી. પટેલ એસીબીની જાળમાં સપડાઈ ગયા હતા.

બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા હતા અને ધો.6 પછી અભ્યાસ છોડી દીધો હતો. જેને કારણે આ પ્રકારના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષણ સંસ્થાન, નોઈડા (NIOS) મારફતે પરીક્ષા આપીને ડિગ્રી મેળવી શકે તે હેતુથી 22 વિદ્યાર્થીઓના ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરીને આરોપી કમલેશ પટેલ સંચાલિત શાળાઓમાં પરીક્ષા આપી હતી.

આ કેસના આરોપી કમલેશે પરીક્ષા કેન્દ્રમાં બેસનાર વિદ્યાર્થીઓને પાસ કરી આપવા ઓનલાઈન ફી સિવાય કોઈ રકમ લેવાની ન હોવા છત્તા ગેરકાયદેસર રીતે અવેજ પેટે ફરિયાદી પાસેથી રૂ.1,60,000 લાંચની માંગણી કરી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓએ ઈડરમાં અંબિકા કોમ્પ્લેક્સ સ્થિત શ્રી કન્સ્લટીંગ એકેડેમીમાંજાળ બિછાવીને ઉપરોક્ત ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગરમાં આઇકોનિક રોડ પર નબીરાઓનો આતંક

આ પણ વાંચો: અમદાવાદમાં નબીરાઓનો આતંક યથાવત,સોલા ભાગવત પાછળ નબીરાએ બેફામ કાર હંકારી

આ પણ વાંચો: ગાંધીનગરમાં બેફામ કાર ચલાવનારા નવ નબીરાઓની કાર સહિત ધરપકડ