Bhuj News/ ભુજ તાલુકાના ધાણેટીમાં ચાઇના કલે કંપનીમાં સર્જાઈ દુર્ઘટના

ભુજ તાલુકાના ધાણેટીમાં કલે કંપનીમાં મોટી દુર્ઘટના બનવા પામી. ધાણેટીમાં બનેલ આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયાનું સામે આવ્યું છે.

Top Stories Gujarat Others

Bhuj News: ભુજ તાલુકાના ધાણેટીમાં કલે કંપનીમાં મોટી દુર્ઘટના બનવા પામી. ધાણેટીમાં બનેલ આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી દુર્ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ ધાણેટી નજીક શ્રી હરિ મિનરલ્સમાં કંપનીમાં ભયંકર દુઘર્ટના બની. આ કંપનીમાં બાળક હોફર મશીનમાં આવી જતા ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યો. આ દુર્ઘટનામાં કંપનીના માલિક સહિત અન્ય એક વ્યક્તિનું પણ મોત નિપજ્યું. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. શ્રી હરિ મિનરલ્સ કલે કંપનીમાં બનેલ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પિતા-પુત્ર રાપર તાલુકના કલ્યાણપુરના વતની છે. કંપનીમાં હાજલ લોકો દ્વારા આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે પ્રાથમિક તપાસમાં અકસ્માતની સંભાવના વ્યક્ત કરી વધુ તપાસ હાથ ધરી.

મહત્વનું છે કે કલે બનાવતી  શ્રી હરિ મિનરલ્સમાં વિવિધ પ્રકારની વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. આ વસ્તુઓની આર્કષક બનાવટ માટે અને કામની સરળતા માટે મશીનરીનો ઉપયોગ થાય છે. પરંતુ કેટલીક વખત કામ કરતી વખતે આ મશીનરી કારીગરનો જીવ લે છે. ભૂજની શ્રી હરિ મિનરલ્સમાં હોફર મશીનમાં બાળક ફસાઈ ગયું અને ઘટનાસ્થળ પર જ તેનું મોત નિપજ્યું. આ દુર્ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત નિપજયા તે મામલાને લઈને પોલીસ તપાસ કરશે કે આ અકસ્માત છે કે પછી ખરાબ મશીનરીના કારણે આ બન્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગરમાં આઇકોનિક રોડ પર નબીરાઓનો આતંક

આ પણ વાંચો: અમદાવાદમાં નબીરાઓનો આતંક યથાવત,સોલા ભાગવત પાછળ નબીરાએ બેફામ કાર હંકારી

આ પણ વાંચો: ગાંધીનગરમાં બેફામ કાર ચલાવનારા નવ નબીરાઓની કાર સહિત ધરપકડ