USA News : અમેરિકામાં વસતા ગુજરાતીની હત્યા થતાં ભયનો માહોલ સર્જાયો છે. નવસારીના હેમંત મિસ્ત્રીની નજીવી બાબતે હત્યા કરવમાં આવી છે. પોલીસે CCTVના ફૂટેજ લઈ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમેરિકામાં આવેલા ઓકલાહોમાં શહેરમાં નવસારી જીલ્લાના બીલીમોરાના વતની હેમંત મિસ્ત્રીની સામાન ઉઠાવવા બાબતે થયેલી માથાકૂટમાં હત્યા કરી દેવાતાં ચકચાર મચી છે. માહિતી મુજબ વૃદ્ધ મોટેલ ચલાવતા હતા. ગંભીર રીતે ઘાયલ વૃદ્ધને હોસ્પિટલ સારવાર માટે લઈ જવાતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
વૃદ્ધનું મોત થવાથી પરિવારમાં શોક ફેલાયો છે. સીસીટીવીના ફૂટેજથી માલૂમ હત્યાનો ભેદ ઉકેલાતા સ્થાનિક પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર
આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર
આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ