Ahmedabad News/ 1નાં 4 ગણા કરી હત્યાનો પ્લાન બનાવી મારી નાખવા લૂંટી લેનાર તાંત્રિકની ધરપકડ

અમદાવાદ શહેર ઝોન સેવન ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરના અક્ષરધામ સોસાયટી વેજલપુર પોલીસ ચોકી પાસે રહેતો આરોપી નવલસિંહ અરવિંદસિંહ ચાવડા તાંત્રિક વિધિનો જાણકાર છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતો તાંત્રિક અંધશ્રદ્ધાનો ઉપયોગ કરી એક ઈસમને એક રૂપિયાના ચાર ગણા કરવાની લાલચ આપી જે બાદ લૂંટી લઈ હત્યા કરાવી દેવાના કાવતરા પૂર્વે સરખેજ પોલીસે આરોપીને દબોચી લીધો છે અને ભોગ બનનારની જિંદગી બચાવી છે. ત્યારે કોણ હતો એ આરોપી? કેવું હતું પૂર્વ આયોજિત કાવતરું? સમજીએ વિગતવાર!

અમદાવાદ શહેર ઝોન સેવન ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરના અક્ષરધામ સોસાયટી વેજલપુર પોલીસ ચોકી પાસે રહેતો આરોપી નવલસિંહ અરવિંદસિંહ ચાવડા તાંત્રિક વિધિનો જાણકાર છે. જે મૂળ સુરેન્દ્રનગર વઢવાણ જિલ્લાનો વતની છે. અભિજીત રાજપુત નામના વ્યક્તિને 1 ડિસેમ્બર બપોરે 3 વાગ્યાની આસપાસ સનાથલ ચોકડી ખાતે રૂપિયા લઇ આવી અને એક રૂપિયાના ચાર ગણા પૈસા કરી આપવા બોલાવ્યો હતો. જે બાદ અભિજીત રાજપુતને પાણી કે દારૂમાં ઝેરી પદાર્થ ભેળવી વિધિના બહાને પીવડાવી અને ત્યારબાદ અડધી કલાક પછી આ સ્થળ પરથી ચાર જણા પૈસા લઈ જવા માટે કહેવાનું પ્લાનિંગ બનાવવામાં આવ્યું હતું. આ પદાર્થ પીવડાવવાથી તેનું મૃત્યુ થઈ જવાનું હતું અને જે બાદ તેની મોતને અકસ્માત અથવા હાર્ટ અટેક ગણાવી તમામ રીતે લૂંટી લેવાનો હતો.

તમામ માહિતી જીગર ભાનુભાઈ ગોહિલ નામના વ્યક્તિએ અગાઉ પોલીસને જાણ કરી હતી. અને આ ઘટનાના પુરાવા અંગે રેકોર્ડિંગ પણ આપ્યા હતા જે ઘટનાની ગંભીરતા અને ધ્યાને લઈને સરખેજ પોલીસની ટીમ તથા જોન સેવન એલસીબીએ છટકું ગોઠવી આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો:રાજકોટમાં બેસવા બાબતે થયેલા ઝગડામાં યુવકની જાહેરમાં હત્યા

આ પણ વાંચો:વલસાડમાં કિશોરનો હત્યારો જ નીકળ્યો કિશોર, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

આ પણ વાંચો:સુરતમાં ભાજપના અલથાણા વોર્ડના મહિલા મોરચા પ્રમુખની આત્મહત્યા?