પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં, નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી) નો વિરોધ કરી રહેલા લોકો પર ગોળીબાર કરવામાં આવતા, 2 લોકો માર્યા ગયા છે અને 3 ઘાયલ થયા છે. અનિરુધ બિસ્વસનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મકબુલ શેઠનું હોસ્પિટલ લઈ જતા માર્ગમાં મોત નીપજ્યું હતું. આરોપ છે કે, આ ફાયરિંગ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું.
તે જ સમયે ટીએમસીનો આરોપ છે કે વિરોધીઓએ ગોળીબાર કર્યો જેમાં સ્થાનિક ટીએમસી બ્લોક પ્રમુખનો ભાઈ ઘાયલ થયો હતો. આ ઘટના બંધ અને વિરોધ પ્રદર્શન દરમિયાન સવારે બની હતી. આ વિરોધ એ બહુજન ક્રાંતિ મોરચા દ્વારા આયોજિત ભારત બંધનો એક ભાગ હતો. આજુબાજુના લોકોએ જણાવ્યું હતું કે, વિરોધ પ્રદર્શન 20 દિવસ પહેલા રચાયેલ એન્ટી સીએએ નાગરિક મંચ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંગઠન અનેક વિસ્તારોમાં દેખાવો કરી રહ્યું હતું.
West Bengal: Two dead in clashes between pro and anti CAA/NRC protesters in Murshidabad yesterday. The two deceased have been identified as Anirudh Biswas and Maqbool Sheikh.More details awaited. pic.twitter.com/OAUANA59VF
— ANI (@ANI) January 29, 2020
ટીએમસી જલંગી (ઉત્તર) બ્લોક પ્રમુખ તોહિરુદ્દીન મંડલ બુધવારે સવારે ત્યાં પહોંચ્યા હતા. એવો આરોપ છે કે તેની સાથે આવેલા લોકોએ જ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન તોહિરુદ્દીનના ભાઈને પણ ગોળી વાગી હતી. ડોમકલ પોલીસ અધિકારી સંદિપ સેને માહિતી આપી હતી કે ગોળીબારમાં બે લોકોના મોત થયા છે. અમે કેટલાક લોકોની અટકાયત કરી દરોડા પાડ્યા છે. આ મામલે રાજકીય પક્ષો સામે આક્ષેપો શરૂ થયા છે.
જલંગીના ધારાસભ્ય અબ્દુર રઝાકએ જણાવ્યું હતું કે કેટલાક કોંગ્રેસ અને સીપીઆઈએમ લોકો છેલ્લા 15 દિવસથી દેખાવો કરી રહ્યા હતા. બુધવારે સવારે સાહેબનગર માર્કેટની દુકાનોએ ફાયરિંગની ઘટના બની ત્યારે બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
