Valsad News/ વલસાડમાં કિશોરનો હત્યારો જ નીકળ્યો કિશોર, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

વલસાડમાં પારડીના કિશોરના શંકાસ્પદ મોતના કેસને પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે મૃતક કિશોરની હત્યા કરવામાં આવી હતી અને આ હત્યા કિશોરના મિત્રએ જ કરી હતી. પોલીસે હત્યા કરનારા કિશોરની અટકાયત કરી છે.

Gujarat Top Stories Surat Breaking News

Valsad News: વલસાડમાં પારડીના કિશોરના શંકાસ્પદ મોતના કેસને પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે મૃતક કિશોરની હત્યા કરવામાં આવી હતી અને આ હત્યા કિશોરના મિત્રએ જ કરી હતી. પોલીસે હત્યા કરનારા કિશોરની અટકાયત કરી છે.

મૃતક કિશોરના મોબાઇલની સ્ક્રીનને હત્યા કરનારા કિશોરે તોડ્યો હતો. તેના પગલે મૃતક કિશોર મોબાઇલ સ્ક્રીનના રૂપિયા માંગવા હત્યારા કિશોરના ઘરે ગયો હતો. હત્યારા કિશોરે તેનું ખુન્નસ રાખીને બિલ્ડિંગના ચોથા માળેથી ધક્કો મારી તેની હત્યા કરી હતી. ચોથા માળથી ધક્કો માર્યા પછી તેની ઇટો મારીને હત્યા કરી હતી. આમ કિશોરનો હત્યો પણ કિશોર નીકળતા ચકચાર મચી ગઈ છે.

જિલ્લાના પારડીના બાલદા ગામમાં નિર્માણાધીન એક અવાવરું બિલ્ડીંગમાંથી શંકાસ્પદ હાલતમાં એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો. જેને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી પામી છે. જેમા બિલ્ડીંગમાં લિફ્ટ માટે બનાવવામાં આવેલા અંડરગ્રાઉન્ડ ખાડામાંથી ઈંટોની નીચે દબાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાની જાણ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જેથી ઘટનાની જાણ થતા જ વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા અને વલસાડ એસઓજી, એલસીબી અને પારડી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક કિશોરની ઓળખ થઈ છે.

મૃતક કિશોર વલસાડના ઈશ્વર નગરના કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટમાં રહેતો હતો અને તેનું નામ અતુલ યોગેન્દ્ર સેન હોવાનું સામે આવ્યું છે. મૃતક કિશોર બે દિવસ અગાઉ જ ઘરથી ગુમ હતો. ગઈકાલે જ અતુલનો જન્મદિવસ હતો. જોકે જન્મદિવસના આગળના દિવસે જ તે ગુમ થયો હતો અને આજે તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં સાયન્સ કોલેજ પાછળના પ્લોટમાંથી હાડપિંજર મળતા પોલીસ દોડતી થઈ

આ પણ વાંચો: વલસાડમાં હિચકારૂ કૃત્ય : સિરિયલ કિલરે યુવતીની હત્યા કરી દોઢ કલાક લાશ સાથે દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં ફરી નશાનો સામાન ઝડપાયો