National News/ કૂતરાને ફેરવવા સ્ટેડિયમ ખાલી કરાવવાનો આરોપ, IAS રિંકુ દુગ્ગાને સુપ્રીમ કોર્ટનો ઝટકો

સુપ્રીમ કોર્ટે ત્યાગરાજ સ્ટેડિયમ કૂતરા વિવાદ કેસમાં IAS Rinku Duggaની નોકરીમાં પુનઃબહાલી પર રોક લગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટે આ પગલું ભર્યું છે.

NATIONAL Top Stories India
IAS Rinku Dugga

IAS Rinku Dugga Supreme Court Update:દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં પોતાના કૂતરાને ફરાવવા માટે જગ્યા ખાલી કરાવવાના વિવાદમાં ફસાયેલી IAS અધિકારી રિંકુ દુગ્ગાને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ભારત સરકારે તેમને ફરજિયાત નિવૃત્તિ આપવાના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટે રદ કર્યો હતો, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણય પર રોક લગાવી છે. સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારની અરજી પર રિંકુ દુગ્ગાને નોટિસ પણ પાઠવી છે.

કેન્દ્ર સરકારે આપ્યું હતું ફરજિયાત નિવૃત્તિનું પગલું

રિંકુ દુગ્ગા(IAS Rinku Dugga) સામે આરોપ હતો કે તેમણે દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમને સામાન્ય લોકો અને ખેલાડીઓ માટે ખાલી કરાવ્યું હતું, જેથી તેઓ ત્યાં પોતાના કૂતરાને ફરાવી શકે. આ સમગ્ર મામલો 2022માં સામે આવ્યો હતો અને ત્યારબાદ તે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો હતો. વિવાદ વધ્યા બાદ કેન્દ્ર સરકારે તેમની સામે ફરજિયાત નિવૃત્તિની કાર્યવાહી કરી હતી. આ ઘટનાના સમયે રિંકુ દુગ્ગાના પતિ સંજીવ ખૈરવાર પણ તેમની સાથે હોવાનું સામે આવ્યું હતું. સંજીવ ખૈરવાર પણ IAS અધિકારી છે. સ્ટેડિયમમાં કૂતરાને ફરાવતા બંનેની તસવીર અને આ અંગેના અહેવાલો સામે આવ્યા બાદ સરકારી અધિકારીઓ દ્વારા સત્તાના દુરુપયોગના આરોપોને લઈને ભારે વિવાદ થયો હતો.

CAT બાદ દિલ્હી હાઈકોર્ટે પણ આપી હતી રાહત

ફરજિયાત નિવૃત્તિના સરકારના નિર્ણય સામે રિંકુ દુગ્ગાએ(IAS Rinku Dugga) સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ એટલે કે CATનો દરવાજો ખખડાવ્યો હતો. CATએ તેમની સેવા પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકાર આ નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં પહોંચી હતી. જોકે, 15 એપ્રિલ 2026ના રોજ દિલ્હી હાઈકોર્ટે પણ CATના નિર્ણયને માન્ય રાખીને રિંકુ દુગ્ગાને ફરજિયાત નિવૃત્તિ આપવાના કેન્દ્રના આદેશને ફગાવી દીધો હતો. દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવીને રિંકુ દુગ્ગાને(IAS Rinku Dugga) નોટિસ પાઠવી છે. બેન્ચમાં જસ્ટિસ જયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાનો પણ સમાવેશ થાય છે. આ મામલે આગામી સુનાવણી 13 ઓક્ટોબરે થવાની છે.


આ પણ વાંચો:PM મોદીને અપશબ્દ કહેવાના મામલે 14 વર્ષની યુવતીની સુરક્ષા અંગે સુપ્રીમ કોર્ટ ગંભીર

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટથી રાહત નહીં, અભિષેક બેનર્જીના PA સુમિત રોય કાલીઘાટથી ઝડપાયા

આ પણ વાંચો:પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સમાં ચેતવણી આપવામાં વિલંબ પર સુપ્રીમ કોર્ટની નારાજગી; કોર્ટે આપ્યો આદેશ