Delhi News/ PM મોદીને અપશબ્દ કહેવાના મામલે 14 વર્ષની યુવતીની સુરક્ષા અંગે સુપ્રીમ કોર્ટ ગંભીર

Supreme Courtએ પીએમ મોદી વિરુદ્ધ અપશબ્દો બોલનાર 14 વર્ષની સગીરા અને તેના પરિવાર પર થઈ રહેલા હુમલાની ગંભીર નોંધ લઈને પોલીસને પૂરતી સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે.

NATIONAL Top Stories India Education
Supreme Court

Supreme Court Hearing on Minor Girl Harassment: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને અપશબ્દોવાળી સોશિયલ મીડિયા રીલ વાયરલ થયા બાદ 14 વર્ષની યુવતી અને તેના પરિવારને કથિત રીતે પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના મામલે સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી છે. યુવતીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પરિવાર તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે દિલ્હી અને ઉત્તર પ્રદેશ પોલીસને યુવતી તથા તેના પરિવારની સુરક્ષા માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.

દિલ્હી સ્થિત ઘરમાં પથ્થરમારો કર્યાનો આરોપ

યુવતીના વકીલના જણાવ્યા અનુસાર, તેના પરિવાર પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો અને દિલ્હી સ્થિત તેમના ઘર પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેઓ દિલ્હી છોડીને નોઈડા ગયા હોવાનું પણ કોર્ટને(Supreme Court) જણાવાયું હતું. વકીલે યુવતીની ઓળખ જાહેર ન થાય અને પરિવારને પૂરતી સુરક્ષા મળે તેવી માંગ કરી હતી.

FIRની તપાસ અંગે સ્ટેટસ રિપોર્ટ માગ્યો

CJI સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે ઉત્તર પ્રદેશ પોલીસને યુવતી અને તેના પરિવારને પૂરતી સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે. સાથે જ દિલ્હી પોલીસને નોંધાયેલી FIRના(Supreme Court) આધારે અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. બેન્ચે સ્પષ્ટ કર્યું કે ફરિયાદમાં પ્રથમ દ્રષ્ટિએ તથ્ય જણાતા હોય તો યુવતી અને તેના પરિવારની સલામતી માટે જરૂરી સાવચેતી રાખવી જોઈએ.

જસ્ટિસ બાગચીએ પણ કાર્યવાહી પર ભાર મૂક્યો

જસ્ટિસ જૉયમાલ્ય બાગચીએ મામલાને ગંભીર ગણાવતા કહ્યું કે ફરિયાદમાં ઉલ્લેખાયેલા આરોપોની સ્વતંત્ર તપાસ થવી જોઈએ અને જો કોઈ વ્યક્તિએ યુવતી કે તેના પરિવારને ધમકાવ્યા અથવા પરેશાન કર્યા હોય તો તેની સામે કાયદા મુજબ કાર્યવાહી જરૂરી છે. કોર્ટનું કહેવું હતું કે કથિત ઉપદ્રવીઓ દ્વારા યુવતી અને તેના પરિવારને ડરાવવા-ધમકાવવાની સ્થિતિ સ્વીકારી શકાય નહીં. યુવતીના પિતા પર થયેલા કથિત હુમલાના કેસમાં FIRમાં SC/ST કાયદા હેઠળની જોગવાઈઓ પણ ઉમેરવામાં આવી હોવાનું જણાવાયું છે. આ કેસમાં કથિત રીતે પરેશાન કરનાર સ્વતંત્ર ભારદ્વાજની બુલંદશહરથી ધરપકડ કરવામાં આવી હોવાનું પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

યુપીમાં મેજિસ્ટ્રેટ સામે પણ કાર્યવાહી

આ જ સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને(Supreme Court) જણાવ્યું કે નોઈડામાં NEET-UG પેપર લીક વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયેલા કાયદાના બીજા વર્ષના વિદ્યાર્થીને ‘પીસ બોન્ડ’ની નોટિસ આપનાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે આ મામલામાં જિલ્લા મેજિસ્ટ્રેટની કોઈ ભૂમિકા નહોતી. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે સુપ્રીમ કોર્ટે 1 સપ્ટેમ્બરે સંબંધિત મામલે FIR રદ કરવા, નવી FIR નોંધવા પર રોક રાખવા અને વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી ન કરવા અંગે નિર્દેશ આપ્યા હતા. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના(Supreme Court) આદેશથી વિપરીત કાર્યવાહી કરનાર અધિકારી સામે સરકાર પહેલેથી જ પગલું લઈ ચૂકી છે.


આ પણ વાંચો:જંતર-મંતર મારપીટ કેસમાં નવો વળાંક; નિશુ આઝાદના પિતા સંજય કુમારનો વાયરલ વિડિયો, કહ્યું……

આ પણ વાંચો:જંતર-મંતર મારપીટ કેસમાં નવો વળાંક, વાયરલ પોડકાસ્ટ ક્લિપ બાદ CJPની લીગલ ટીમ સક્રિય

આ પણ વાંચો:CJPનો ફરી આંદોલનનો સંકેત: અભિજિત દિપકે કહ્યું- ‘જંતર-મંતર સીઝન 2’ ટૂંક સમયમાં