Ahmedabad Khadia Ward Election Result: અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામોમાં આજે એક એવો ચમત્કાર જોવા મળ્યો છે જેની કલ્પના ખુદ ભાજપના દિગ્ગજોએ પણ નહીં કરી હોય. જે ખાડિયા વોર્ડને ભાજપનો ‘અભેદ્ય કિલ્લો’ માનવામાં આવતો હતો, ત્યાં 54 વર્ષ બાદ કોંગ્રેસે ઇતિહાસ રચી દીધો છે. વર્ષ 1972 પછી પહેલીવાર ખાડિયામાં કોંગ્રેસની આખી પેનલ વિજેતા થઈ છે, જ્યારે ભાજપની સ્થાપના બાદ આ પ્રથમવાર છે કે અહીં ભાજપના તમામ ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે.
Ahmedabad: કોંગ્રેસના વિજેતા ઉમેદવારોની ફોજ
ખાડિયાની જનતાએ પરિવર્તન પર મહોર મારતા કોંગ્રેસના ચારેય ઉમેદવારોને ભવ્ય વિજય અપાવ્યો છે:
મીના નાયક
બીરજુબેન ઠક્કર
ધ્રુવ કલાપી
મોહમ્મદ ઇલિયાસ પઠાણ
ભાજપનો ગઢ કેમ તૂટ્યો? આ રહ્યા 3 મુખ્ય કારણો
‘ખાડિયા બચાવો આંદોલન’ની અસર: ખાડિયાની પોળોમાં આડેધડ થઈ રહેલા કોમર્શિયલ બાંધકામો સામે સ્થાનિકોમાં લાંબા સમયથી ઉકળતો ચરુ હતો. આ મુદ્દે ‘ખાડિયા બચાવો આંદોલન’ ચલાવતા આગેવાને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે પૂર્વ ડેપ્યુટી મેયર જેવા દિગ્ગજોને મનાવવા મોકલ્યા છતાં સમાધાન ન થયું, જે છેવટે ભાજપને ભારે પડ્યું.
હેરિટેજ ઓળખ અને મતદારોનું સ્થળાંતર: ઐતિહાસિક ઓળખ ધરાવતા ખાડિયામાં કોમર્શિયલ બાંધકામો વધતા મૂળ રહેવાસીઓ (જે ભાજપની વોટબેંક હતી) અહીંથી સ્થળાંતર કરી ગયા છે. SIR (સેટલમેન્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ) બાદ આશરે 25,000 જેટલા મતદારોના નામ કમી થયા, જે હારનું સૌથી મોટું ટેકનિકલ કારણ બન્યું.
સ્થાનિક પ્રશ્નો વિરુદ્ધ વિકાસનો દાવો: ભાજપે રાષ્ટ્રીય મુદ્દાઓ અને વિકાસના નામે મત માંગ્યા, પણ ખાડિયાની જનતા માટે હેરિટેજ મકાનોની જાળવણી અને આડેધડ બાંધકામો અટકાવવા એ જીવન-મરણનો પ્રશ્ન હતો. કોંગ્રેસે જનતાની આ જ નસ પકડીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે.
આ પણ વાંચો: વડોદરા વોર્ડ-1 માં કોંગ્રેસની પેનલ તૂટી, અપક્ષ હરીશ પટેલનો ભવ્ય વિજય
આ પણ વાંચો:સુરતમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનો પરાજય થતા આંચકો
આ પણ વાંચો: આ પણ વાંચો: ગુજરાતમાં BJPનો દબદબો યથાવત, નોકરી છોડનારા IPS હાર્યા
