Ahmedabad News: ગત બુધવારે 26 માર્ચના રોજ હરિયાણા (Haryana)માં ગુજરાત પોલીસ (Gujarat Police)ની એક બોલેરો કાર અન્ય એક વાહન સાથે અથડાતા ગોઝારો અકસ્માત (Accident) સર્જાયો હતો. અકસ્માતમાં ગુજરાત પોલીસના 2 પોલીસ કર્મીઓ અને 1 ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું. ત્રણેય મૃતકોમાંથી 1 હોમગાર્ડ રવિન્દ્રસિંહ ક્ષત્રિય અને ખાનગી ડ્રાઈવર કનુ ભરવાડના મૃતદેહને આજે અમદાવાદ લાવવામાં આવશે. જ્યારે પોલીસ કર્મી સુનિલ ગામીતના મૃતદેહને તેમના વતન ગામ તાપી લઈ જવામાં આવી રહ્યો છે. આજે મૃતકોના અંતિમ સંસ્કાર ગાર્ડ ઓફ ઓનર (Guard of Honor) સાથે કરવામાં આવશે.
માહિતી મુજબ રામોલ પોલીસ સ્ટેશન (Ramol Police Station)ના PSI સોલંકી અને 3 કર્મચારીઓ પોક્સો કેસ (POCSO)ની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા દરમિયાન 26 માર્ચના રોજ સવારે 5.30 વાગ્યે, હરિયાણાના સિરસા જિલ્લાના ભારતમાલા રોડ પર તેમની બોલેરો કાર એક અજાણ્યા વાહન સાથે અથડાતા કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. જોકે, અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઇવર કનુભાઈ ભરવાડનું મોત નીપજ્યું હતું, જ્યારે PSI જે.પી. સોલંકી ઘાયલ થયા હતા.
પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત 8 વર્ષથી રામોલ પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતા. થોડા દિવસ પહેલા જ તેમને રામોલથી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં ખાનગી ડ્રાઇવરનું પણ મોત નિપજ્યું હતું. મૃતક તેમની પત્ની, નાના બાળકો અને માતા-પિતા સાથે CTM ભરવાડવાસમાં રહેતા હતા. આ અકસ્માતમાં હોમગાર્ડ જવાન રવિન્દ્ર ક્ષત્રિયનું પણ મોત થયું હતું. તે રામોલ પોલીસ સ્ટેશનમાં પણ ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં પત્ની, બાળકો અને માતા છે. તે સિંગરાવા ગામના સોમનાથ પાર્કમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે.
આ પણ વાંચો:દાહોદના ઝાલોદમાં જાનૈયાઓને નડ્યો અકસ્માત
આ પણ વાંચો:ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીઓના મોત,ભારતમાલા રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
આ પણ વાંચો:વડોદરામાં અકસ્માત સર્જનાર રક્ષિતકાંડમાં ફૂટતાં નવા ફણગાં