Gujarat Weather/ ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં વ્યાપી ચિંતા, ગરમીથી મળી લોકોને રાહત

હવે ફરીથી માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

Top Stories Gujarat

Gujarat Weather: રાજ્યમાં માર્ચ મહિનાના અંતમાં ફરી એકવાર માવઠા (Unseasonal Rain)ની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 28 થી 30 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ખાસ કરીને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના હવામાન (Weather)માં પલટો આવી શકે છે. આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ (Cloudy Weather) રહેશે અને હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, દરિયા કિનારાના વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે અને ત્યાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન (Wind) ફૂંકાઈ શકે છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આ પવનને કારણે આંબા પરથી કેરી (Mango)ઓ ખરી જવાની ભીતિ છે, જેના કારણે ખેડૂતો (Farmer)ને મોટું નુકસાન થઈ શકે છે. અગાઉ પણ માર્ચ મહિનામાં થયેલા કમોસમી વરસાદ અને પવનને કારણે કેરીના પાકને ઘણું નુકસાન થયું છે અને હવે ફરીથી માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

માવઠા (Unseasonal Rain)ની આગાહીને પગલે ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે પ્રયત્નોથી સાવચેત રહેવું જરૂરી જણાય છે. જોકે, કમોસમી વરસાદ અને ભારે પવન કેરીના પાક માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને ભારે પવન દરમિયાન બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. 31 માર્ચે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, મધ્ય ગુજરાતના આણંદ અને પંચમહાલ અને ભરૂચ અને કચ્છમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે.

રાજ્યમાં ગરમીમાં ઘટાડો થયો છે. મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 ડિગ્રી ઘટ્યું, અમદાવાદમાં સૌથી વધુ 36.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 36.3 ડિગ્રી, અમરેલીમાં 36 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 36.3 ડિગ્રી, ગાંધીનગરમાં 35.6 ડિગ્રી તાપમાન, વડોદરામાં 35.4 ડિગ્રી, સુરતમાં 31.4 ડિગ્રી તાપમાન, ભુજમાં 36.3 ડિગ્રી, કંડલામાં 36.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં 32.6 ડિગ્રી, ભાવનગરમાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીનું મોજું,વાતાવરણમાં આવશે પલટો,થશે કમોસમી વરસાદ

આ પણ વાંચો: વડોદરામાં હિટવેવના કારણે પ્રથમ મોત,આગામી દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા

આ પણ વાંચો: રાજ્યમાં વાદળછાયું રહેશે વાતાવરણ, કમોસમી વરસાદ અને તાપમાનમાં ફેરફારની શક્યતા