Lemon Price Rise/ ઉનાળામાં લીંબુનાં ભાવ આસમાને, ડુંગળીના ભાવ સ્થિર

લીલા શાકભાજીના ભાવમાં વધારાને કારણે સામાન્ય ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે.

Top Stories Gujarat

Agri Price: પહેલા ડુંગળી (Onion) રડાવતી હતી હવે લીંબુ (Lemon) રડાવશે. ઉનાળાની શરૂઆત થવાની તૈયારી છે તે પહેલા જ લીંબુના ભાવ (Lemon Price) આસમાને પહોંચ્યા છે. થોડા સમય અગાઉ લીંબુનો ભાવ પ્રતિ કિલો 40 રૂપિયા હતા. લીંબુના ભાવ 200 રૂપિયા પહોંચી ગયા છે. રિટેઈલ માર્કેટમાં 1 કિલો લીંબુના ભાવ રૂપિયા 180 છે. બજારમાં વપરાશ મુજબ પુરવઠો પૂરતા પ્રમાણમાં વેપારીઓ સુધી ન પહોંચવાના કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે.

હાલમાં લીંબુનો ભાવ 180 રૂપિયા કિલો છે. રમઝાનનો તહેવાર શરૂ થયો છે. લીંબુ (Lemon) અને ફળોનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. ગરમથી બચવા લોકોનો લીંબુનો ભરપૂર ઉપયોગ કરે છે. ત્યારે વેપારીઓ જણાવી રહ્યા છે કે લીંબુની આવક સામે માગ વધી છે. ગૃહિણીઓનું બજેટ (Budget) પણ ખોરવાયું છે. બજેટ ખોરવાતા ખિસ્સા પર તેની અસર જોવા મળી છે. 40 રૂપિયામાં માત્ર 3 કે 4 લીંબુ મળી રહ્યા છે. ઉનાળાની ગરમીને કારણે મહેમાનોનું સ્વાગત કરવા માટે ચા અને અન્ય પીણાંની જગ્યાએ લીંબુ પાણીની માંગ વધી ગઈ છે. ગૃહિણીઓના રસોડામાં કાયમી સ્થાન ધરાવતા લીંબુની માંગની સરખામણીમાં આવક ઓછી છે.

Lemon at ₹ 1500/bag | Vijayapura | ID: 22908067930

ગરમીથી બચાવતી ડુંગળીના ભાવ સ્થિર રહ્યા છે, તેથી ગરીબ અને મધ્યમ વર્ગને રાહત મળી છે. બજાર (Agri Market)માં લીંબુનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે. લીંબુનો શરબત, શરબત, સોડા, સલાડ વગેરે જેવા લીંબુ (Lemon) આધારિત ઉત્પાદનોની માગ બમણી થવાથી તેની માગ પર સીધી અસર જોવા મળે છે. હાલમાં છુટક વેપારીઓ 150 થી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે લીંબુ વેચી રહ્યા છે. લીંબુ સહિત લીલા શાકભાજીના ભાવમાં વધારાને કારણે સામાન્ય ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે.

Lemon: Lemon Turns Costly As Supply Dips | Madurai News - Times of India

વધુમાં, રમઝાન મહિનામાં ઉપવાસ તોડવા માટે લીંબુનો ઉપયોગ થાય છે જેના કારણે તેની માગમાં અધધધ વધારો થયો છે. 20 રૂપિયા પ્રતિ કિલો ડુંગળી મળતા ગૃહિણીઓને રાહત મળી છે. તાજેતરમાં ડુંગળીના ભાવ મોંઘા થયા હતા અને પ્રતિ કિલો ભાવ રૂ. 60 થી રૂ. 80 સુધી પહોંચી ગયો હતો. દરમિયાન ખાણી પીણીના સ્થળોએ ડીશમાંથી ડુંગળી ગાયબ થઈ ગઈ હતી. હાલમાં, લીંબુનો વધતો ભાવ ગ્રાહકનેે રડાવે તો નવાઈ નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:21 દિવસ લીંબુ શરબત પીવાના ફાયદા જાણો છો? આજે જ જાણી લો

આ પણ વાંચો:રસોડામાં ગંદી અને ચીકણી ટાઈલ્સ સાફ કરવામાં લીંબુ બનશે વધુ ઉપયોગી

આ પણ વાંચો:લીંબુનું ફળ હવે ઘરે પણ ઉગાડી શકાશે, 10 રૂપિયાની આ વસ્તુ નાખી દો