Gujarat News: રાજ્યમાં અમરેલી (Amreli) જિલ્લાના ધારી (Dhari)માં આજે ધરા ધ્રુજતા ફફડાટ ફેલાયો હતો. જોકે, જમીન (Land)માં બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ કરતાં ધારી પંથકના લોકોમાં હાશકારો થયો હતો.
જમીનના પડમાં સિસ્મોલોજી (Sysmology)દ્વારા બ્લાસ્ટ કરાતા ગાંધીનગર (Gandhinagar)સિસ્મોલોજી વિભાગે આ અંગે સ્પષ્ટતા કરી હતી. વહેલી સવારે ધરતી ધ્રુજતા થોડી સેકન્ડો માટે લોકો ભયભીત થઈ ગયા હતા. ભૂકંપ આવ્યો હોવાનું અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
અમરેલી જિલ્લામાં અગાઉ રાજુલાના કોસ્ટલ બેલ્ટમાં ભૂકંપના કેન્દ્ર બિંદુ જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાતા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી અહીંની ભૂગર્ભીય ગતિવિધિ શાંત જોવા મળી હતી.
આ પણ વાંચો:એમ.કે.ગાંધી અંગ્રેજી શાળામાં કરાઈ તાળાબંધી
આ પણ વાંચો:સુરતમાં 15 વર્ષના કિશોરે સગીરાને હવસનો શિકાર બનાવી
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી કાઉન્ટડાઉન શરૂ: આયારામ ગયારામની મોસમ ખીલી
