Jamnagar News : જામનગરમાં કાલાવડના બેરાજા ગ્રામ પંચાયતના સંરપંચના પતિ દિનેશ ટી.જેપાર તથા પ્રજાજન હમીર ચી.સોલંકીની રૂ.75,000 ની લાંચ લેતા ACBએ ધરપકડ કરી હતી. આ કેસની વિગત મુજબ ફરીયાદીની ભલસાણ-બેરાજા ગામમાં બેલાની ખાણ લીઝ ઉપર ચાલે છે. તેમણે બેરાજા ગામમાં ચાલતા ખાણના ધંધામાં બેરાજા ગ્રામ પંચાયત કચેરી તરફથી કોઇ ખોટી હેરાનગતી ન થાય તે માટે આરોપી દિનેશ જેપાર કે જેઓ બેજારા ગામના મહિલા સરપંચના પતિ છે અને ગ્રામ પંચાયતનો તમામ વહિવટ પોતે કરતા હોવાનું જણાવ્યું હતું.
જેમાં આરોપી દિનેશ જેપારે ફરીયાદી પાસે રૂ.75,000ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. આ ગેરકાયદેસર લાંચની રકમ દિનેશ જેપારે આરોપી હમીર સોલંકીને તેઓ વતી આપી દેવા જણાવ્યું હતું. આ ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કરતા ફરિયાદીની ફરીયાદને આધારે જામનગર-કાલાવાડ રોડ, માટલી પાટીયા ગામથી કાલાવડ જતા હાઇવે રોડ ઉપર જાળ બિછાવવામાં આવી હતી.
જેમાં આરોપી દિનેશ જેપારે ફરીયાદી સાથે વાતચીત કરી, આ ગેરકાયદેસર લાંચની રકમ રૂ.75,000 આરોપી હમીર સોલંકીને આપી દેવા જણાવ્યું હતું. જેમાં બન્ને આરોપી લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.
