અમરેલી જીલ્લાનાં જાફરાબાદના કડીયાળી ગામમાં સિંહનો આતંક સામે આવ્યો છે. જી હા, છેલ્લા 3 દિવસથી આ વિસ્તારમાં મકાનોમાં ઘુસીને પશુ શિકારની ઘટનાઓ સામે આવી રહી છે. આજે પણ સવારનાં સમયે સિંહ રહેણાંક મકાનમાં ઘૂસતા 2 પશુનો શિકાર કરી ખાધો હતો. આપને જણાવી દઇએ કે, છેલ્લા 3 દિવસમાં ઘરમાં ઘુસીને સિંહ દ્વારા 6 પશુના શિકારથી સ્થાનિકો લોકોમાં ભયનો માહોલ જોવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા છેલ્લા ઘણા દિવસથી આ મામલે વનવિભાગને પગલા લેવાની વિનંતી સાથે અરજ કરવામાં આવી રહી છે, પરંતુ વન વિભાગના અધિકારીઓ નહીં આવતા સ્થાનિકોમાં રોષ વ્યાપેલો જોવામાં આવી રહ્યો છે. લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, વન વિભાગના અધિકારીઓ ત્યારે કોઇ મોટી માનવ વધની ઘટનાની રાહ જોઇ રહ્યા છે અને સિંહ પર આદમખોરનું લેબલ લાગે પછી જ આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
