લાંચ/ ગળપાદર જેલના જેલર-સબ જેલર સવા લાખની લાંચ લેતાં ઝડપાયા, ACB અમદાવાદનું સફળ છટકું

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર – કચ્છમાં આજે ACBએ લાંચીયા રાજાઓનાં પગ નીચેથી જાણે જમીન ખેંચી લીધી હોય તે પ્રકારે સવારે રાજકોટના અધિકારીને અને સાંજે કચ્છના અધિકારીને સફળ ટ્રેપનાં માધ્યમથી રંગે હાથ ઝડપી અધિકારી આલમમાં સોંપો પાડી દીધો છે. 

Gujarat Others
1

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર – કચ્છમાં આજે ACBએ લાંચીયા રાજાઓનાં પગ નીચેથી જાણે જમીન ખેંચી લીધી હોય તે પ્રકારે સવારે રાજકોટના અધિકારીને અને સાંજે કચ્છના અધિકારીને સફળ ટ્રેપનાં માધ્યમથી રંગે હાથ ઝડપી અધિકારી આલમમાં સોંપો પાડી દીધો છે.

બીલકુલ રાજકોટ SGSTમાં ACB દ્રારા સફળ ટ્રેપના માધ્યમથી વેરા નિરીક્ષક એમ.એમ.મદાણીને 20 હજારની લાંચ લેતા ઝડપ્યાની સાથે સાથે લાંચીયા અધિકારીના ઘરની પણ જડતી લેવામાં આવી હતી. સાથે સાથે મદાણી સામે અપ્રમાણસર મિલકતને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. તો કચ્છમા પણ ACBએ સપાટો બોલાવતા લાંચીયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

રાજ્યની અમદાવાદ ACBએ ગાંધીધામની ગળપાદર જેલમાં દરોડો પાડ્યો હતો અને જેલના જેલર અને સબ જેલરને લાંચે લેતા ઝડપાયા છે. ગળપાદર જેલનાં  જેલર અને સબ જેલરને રૂપિયા સવા લાખની લાંચ લેતા ઝડપ્યા છે. એસીબી અમદાવાદના સફળ છટકામાં જેલર અને સબ જેલર બને આવી જતા તેમજ જેલમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…