મહેસાણા.
મહેસાણામાં એક પરિણીતા પર સામુહિક દુષ્કર્મના મામલામાં મહેસાણા પોલીસને સફળતા મળી છે. અમદાવાદથી પોતાના પિયર જતી પરિણીતા ઉપર સામુહિક રીતે દુષ્કર્મ કારાયું હતું. મહેસાણાના રીક્ષા ચાલક અને તેના મિત્રો એ પરિણીતાની એકલતાનો લાભ લઇને જુદા-જુદા સ્થળ પર લઇ જઈને દુષ્કર્મ કરતા પોલીસ હરકતમાં આવી હતી. જેની પ્રતિક્રિયા રૂપે પોલીસે સતત 68 કલાકમાં જ 6 આરોપીને ઝડપી લીધા છે. જ્યારે આ સમગ્ર બનાવમાં એક આરોપી હાલમાં ફરાર ચાલે છે.
મહેસાણાના રાધનપુર ચાર રસ્તા પાસે એક 20 વર્ષની પરિણીત યુવતીને રિક્ષામાં બેસવું ભારે પડી ગયું છે. મહેસાણામાં ધોળે દહાડે રિક્ષા ચાલકે પરણીતાને રિક્ષામાં ઉઠાવી એક રિક્ષામાંથી બીજી રિક્ષામાં ફેરવીને સામૂહિક દુષ્કર્મ આચરનારા 8 હવસખોરો સામે શનિવારે મહેસાણાના બી ડિવિજન પોલીસ મથકમાં અરજી બાદ ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે આ ફરિયાદ બાદ એસપી નિલેષ જાજડીયા અને ડીવાયએસપી મંજિતા વણઝારાએ એસઓજી, એલસીબી, પેરોલ ફર્લો અને બી ડિવિજન પોલીસની ટીમો બનાવી ગણતરીના કલાકોમાં તમામ દુષ્કર્મીઓની ઓળખ બાદ ધરપકડ કરી લીધી છે.
આ મુદ્દે મહેસાણા ડીવાયએસપી મંજીતા વણઝારાએ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે,
“આ દુષ્કર્મ થયા બાદ પીડીતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેના પર તાત્કાલિકપણે કાર્યવાહી એસઓજી, એલસીબી, પેરોલ ફર્લો અને બી ડિવિજન પોલીસની ટીમો બનાવી કરતા પોલીસે સાત આરોપીઓને ઝડપી પડ્યા હતા.”
આ બનાવમાં અમદાવાદથી 2 જી ઓગસ્ટે બપોરે રાધનપુર જવા નીકળેલી યુવતી બસ સ્ટેન્ડ નજીક રાધનપુર જવા વાહનની રાહ જોતી હતી. તે દરમિયાન નવસાદ નામના એક આરોપી રિક્ષા ડ્રાઇવરે પરણીતાને રાધનપુર લઇ જવા માટે રિક્ષા માં બેસાડીને તેને મહેસાણા બાયપાસ પર લઇ જઈને રિક્ષામાં પાછળની સીટ પર દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ હોટલમાં લઇ ગયા અને સોહિલે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ સોહિલ નામના બીજા રિક્ષા ચાલકે રાકેશ તથા ટીનો નામના વ્યક્તિ એ વારાફરતી દુષ્કર્મ કર્યું હતું. આ સમગ્ર મામલામાં આરોપી નવસાદ જાવેદ સોહિલ રાકેશ, અજય, વિજયને હાલમાં મહેસાણા પોલીસે પકડી ને વધુ તજવીજ હાથ ધરી છે.
આ સમગ્ર મામલે હાલમાં એક અજાણ્યો આરોપી પોલીસની હીરાસાતથી બહાર છે. જ્યારે આરોપી રિક્ષા ચાલક અને તેના મિત્રોને હાલમાં પુરાવા સહિત કઈ-કઈ જગ્યા પર પરણીતા સાથે રેપ કર્યો તે અંગેના પુરાવા એકત્રિત કરીને પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે.
