Gujarat News/ યુદ્ધના મેદાનમાં મળશે રાહત? અંબાલાલ પટેલની મોટી આગાહી, ’26 માર્ચથી યુદ્ધની ગતિ ધીમી પડશે

અંબાલાલ પટેલે (Ambalal Patel) યુદ્ધને લઈ મોટી આગાહી કરી છે. મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે 26 માર્ચથી યુદ્ધની ગતિ ધીમી પડશે અને અંશતઃ શાંતિ સ્થપાશે.

Top Stories Gandhinagar Gujarat
Ambalal Patel War Prediction

Ambalal Patel War Prediction 2026: વિશ્વભરમાં ચાલી રહેલી અશાંતિ અને યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતના જાણીતા જ્યોતિષી અંબાલાલ પટેલે એક રાહતના સમાચાર આપતી આગાહી કરી છે. મંતવ્ય ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં અંબાલાલ પટેલે ગ્રહોની ચાલને આધારે જણાવ્યું છે કે, આગામી ૨૬ માર્ચથી યુદ્ધની ભયાનકતામાં ઘટાડો જોવા મળી શકે છે.

Ambalal Patel War Prediction

26 માર્ચથી સ્થિતિમાં સુધારો થશે: Ambalal Patel

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલું ભયાનક યુદ્ધ હવે શાંતિ તરફ ગતિ કરી શકે છે. તેમણે પોતાની આગાહીમાં ભાર મૂકતા જણાવ્યું છે કે 26 માર્ચ બાદ યુદ્ધની તીવ્રતામાં મોટો ઘટાડો આવશે અને જે ઝડપે હુમલાઓ થઈ રહ્યા છે, તેની ગતિ ધીમી પડશે. જોકે યુદ્ધ અત્યારે સંપૂર્ણપણે પૂરું નહીં થાય, પરંતુ અંશતઃ શાંતિ ચોક્કસ સ્થપાશે, જેનાથી મોટી હોનારતો કે મોટા હુમલાઓનું જોખમ ઘટશે. આ ઉપરાંત, જે રીતે હાલ વિશ્વ પર યુદ્ધના વાદળો ઘેરાયેલા છે અને ડરનો માહોલ છવાયેલો છે, તેમાં ૨૬ માર્ચથી મોટી રાહત મળવાની શરૂઆત થશે અને એકંદરે સ્થિતિ ઘણી હળવી બનશે.

શું કહે છે ગ્રહોની ચાલ?

અંબાલાલ પટેલે મંતવ્ય ન્યૂઝ સાથેની ચર્ચામાં સંકેત આપ્યો છે કે અવકાશી ગ્રહોના ફેરફારને કારણે માનવજાત પર આવેલું આ સંકટ હવે ધીમે ધીમે હળવું થઈ રહ્યું છે. જોકે, તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધનો અંત તાત્કાલિક નહીં આવે, પરંતુ જે આક્રમકતા અત્યારે જોવા મળી રહી છે તેમાં ૨૬ તારીખથી બ્રેક લાગશે.

વિશ્વ માટે આશાનું કિરણ

જ્યારે રશિયા-યુક્રેન કે અન્ય સરહદી વિવાદોને કારણે સમગ્ર વિશ્વ ચિંતામાં છે, ત્યારે અંબાલાલ પટેલની આ આગાહી આશા જન્માવનારી છે. લોકો હવે 26 માર્ચની રાહ જોઈ રહ્યા છે કે શું ખરેખર વિશ્વમાં શાંતિના ડમરા વાગશે?


આ પણ વાંચો: મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ! ઈરાનનો દાવો – અમેરિકાનું F-35 જેટ તોડી પાડ્યું!

આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવ વચ્ચે યુરોપ-જાપાન સક્રિય, ઉર્જા પુરવઠા પર વૈશ્વિક ચિંતા

આ પણ વાંચો: Benjamin Netanyahu નો મોટો આરોપ: ઈરાન બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે