Gandhinagar News: ભારતીય જનતા પાર્ટી (BJP)દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ સંગઠન અંદર શિસ્ત જાળવવા કડક સંદેશ આપવામાં આવ્યો છે. પક્ષે સ્પષ્ટ કર્યું છે કે ટિકિટ માટે કોઈપણ પ્રકારની દબાણની રાજનીતિ અથવા ધમપછાડા સહન કરવામાં નહીં આવે. તાજેતરમાં યોજાયેલી બેઠકમાં જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma)એ કાર્યકર્તાઓને સંદેશ આપ્યો કે વ્યક્તિગત મતભેદો છોડીને ટીમ તરીકે કામ કરવું જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે “મારા કે તારા નહીં, પરંતુ સારા ઉમેદવારને જ ટિકિટ મળશે.”
શિસ્ત ભંગ કરનાર સામે કડક પગલાં: Jagdish Vishwakarma
પક્ષ દ્વારા રચાયેલી શિસ્ત સમિતિને તમામ બેઠકોની આંતરિક ગતિવિધિઓ પર નજર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કોઈ નેતા અથવા કાર્યકર્તા ટિકિટ માટે દબાણ કરે અથવા ગેરરીતિ કરે તો તેને તાત્કાલિક નોટિસ આપી સસ્પેન્ડ કે પક્ષમાંથી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
BJP શિસ્ત સમિતિ રાખશે નજર
ભાજપે (BJP) શિસ્ત જાળવવા માટે અનુભવી નેતાઓને સમિતિમાં સામેલ કર્યા છે. આ સમિતિ સંગઠનના દરેક સ્તરે નજર રાખશે અને બળવાખોર વલણ સામે તાત્કાલિક નિર્ણય લેશે. પક્ષે સ્પષ્ટ કર્યું છે કે શિસ્ત જાળવવી દરેક કાર્યકર્તાની જવાબદારી છે.

જુથવાદ અને અસંતોષ મોટો પડકાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક બેઠકો પર ભારે દાવેદારી જોવા મળી રહી છે, જેના કારણે આંતરિક અસંતોષ વધવાની શક્યતા છે.
મોટા શહેરોમાં કાર્યકર્તાઓ વચ્ચે સ્પર્ધા વધી રહી છે
સૌરાષ્ટ્રમાં જુથવાદનું દબાણ,ઉત્તર ગુજરાતમાં સામાજિક સમીકરણ મહત્વપૂર્ણ,દક્ષિણ ગુજરાતમાં મજબૂત સંગઠન હોવા છતાં સ્થાનિક દાવેદારી આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પક્ષે પહેલેથી જ સાવચેતીના પગલાં લીધા છે.
ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા કેવી રહેશે?
ભાજપ દ્વારા ટિકિટ ફાળવણી માટે બહુસ્તરીય પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે,સેન્સ પ્રક્રિયા દ્વારા દાવેદારોની માહિતી એકત્રિત થશે,સંકલન સમિતિ દ્વારા ચર્ચા અને મંથન, દરેક બેઠક માટે 3 ઉમેદવારોની પેનલ તૈયાર થશે. અંતિમ નિર્ણય પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા લેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા બાદ જ ઉમેદવારના નામ પર મોહર લાગશે.
સંગઠન માટે એકતા પર ભાર
રાજકોટમાં યોજાયેલી બેઠક દરમિયાન કાર્યકર્તાઓને એકતા જાળવવા અને પક્ષના ઉમેદવારને જીતાડવા માટે કામ કરવાની અપીલ કરવામાં આવી હતી. સાથે જ ચેતવણી આપવામાં આવી કે અનામી ફરિયાદો અથવા વ્યક્તિગત રાજકારણને કોઈ સ્થાન આપવામાં નહીં આવે.
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લીધે ગુજરાતમાં વસ્તી ગણતરી પાછી ઠેલાઈ
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાં ઉમેદવારની પસંદગીના નવા નિયમોઃ 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં મળે
આ પણ વાંચો:વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયુ, સેન્સ મેળવવાની પ્રક્રિયા તીવ્ર બની
