Rajkot News: રાજકોટમાં ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાય (Swaminarayan Sampraday) ના સાધુ નિત્યસ્વરૂપ દાસે (Nitysvarupdas) તેમના વિવાદાસ્પદ નિવેદનને લઈને સનાતન ધર્મની (Sanatan Dharm) માફી માંગી છે. આ પહેલા તેમણે જાહેર મંચ પર સનાતન ધર્મ અંગે બફાટ કર્યો હતો અને હવે માફી માંગી છે. આ સ્વામી સરધારના સ્વામીનારાયણ મંદિરના સ્વામી છે. તેમનો બફાટ કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. તેમણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ભગવાન સ્વામિનારાયણે બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. તેના પછી 33 કરોડ દેવી દેવતાઓનું ઝૂમખુ બનાવ્યું હોવાનું જણાવ્યું હતું. આને લઈને વ્યાપક ટીકા થતાં સ્વામીએ બચાવમાં જણાવ્યું હતું કે આ વિડીયો ઘણો જૂનો છે. કોઈએ કટિંગ કરેલો છે. આને લઈને હું સમગ્ર સનાતન ધર્મની માફી માંગું છું. આપણે બધા ભેગા મળીને સનાતન ધર્મને આગળ ધપાવીશું.

સ્વામી નિત્યસ્વરૂપદાસે ભગવાન સ્વામિનારાયણને લઈને એક અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નિત્યસ્વરૂપદાસ સ્વામીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણના અબજો મેનેજરો છે. એટલું જ નહીં, તેમણે દાવો કર્યો કે ભગવાન સ્વામિનારાયણે સૌપ્રથમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બનાવ્યા અને ત્યારબાદ અન્ય દેવતાઓનું સર્જન થયું. તેમના મતે, આ રીતે 33 કરોડ દેવી-દેવતાઓનું ઝૂમખું અસ્તિત્વમાં આવ્યું.

સ્વામીના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે વિવાદ શરૂ થયો છે. લોકો તેમના આ નિવેદનને સનાતન ધર્મનું અપમાન ગણાવી રહ્યા છે અને તેમની સામે આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. વિવિધ ધાર્મિક સંગઠનો અને લોકોએ આ નિવેદનની સખત નિંદા કરી છે અને તેને પાછા ખેંચવાની માંગણી કરી છે.

આ સમગ્ર મામલે દિલીપદાસજી મહારાજની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે નિત્યસ્વરૂપદાસ સ્વામીના નિવેદનને અયોગ્ય ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ભણેલા-ગણેલા સ્વામી દ્વારા સનાતન ધર્મ વિશે આ પ્રકારની બેફામ વાતો કરવી યોગ્ય નથી. દિલીપદાસજી મહારાજે વધુમાં જણાવ્યું કે આવા નિવેદનો તેમને શોભતા નથી અને સનાતન ધર્મ પર વારંવાર કરવામાં આવતી ટિપ્પણીઓ સારી વાત નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે સ્વામીની ફરજ છે કે તે ધર્મ અને સમાજને યોગ્ય દિશામાં દોરે.
સ્વામી નિત્યસ્વરૂપદાસના આ નિવેદને સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે નારાજગી ફેલાવી છે અને લોકો સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકોએ આ નિવેદનને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારું ગણાવ્યું છે.
આ પણ વાંચો: સ્વામિનારાયણ સંપ્રદાયનો ફરીથી વિવાદ ! હવે ભગવાન કૃષ્ણને લઈને વિવાદમાં
આ પણ વાંચો: સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકને લઈ વિવાદ, ભગવા સંગઠ્ઠનના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું
