MANTAVYA Vishesh/ સ્વામિનારાયણ સંપ્રદાયનો ફરીથી વિવાદ ! હવે ભગવાન કૃષ્ણને લઈને વિવાદમાં

ઓ લાગે વૈકુંઠથી રુડુ વડતાલ, હીંડોળે હરિ ઝૂલતા રે… આ ગીતની પંક્તિઓ પરત ખેંચી લેવી પડે તેવા દિવસો આવી ગયા લાગે છે…. તેનું કારણ એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ મંદિરના ફિરકાએ પ્રકાશિત કરેલા પુસ્તકમાં ભગવાન કૃષ્ણ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના પગલે હિંદુ સંગઠનોમાં આક્રોશ છે..

Mantavya Vishesh
WhatsApp Image 2025 03 25 at 4.59.02 PM સ્વામિનારાયણ સંપ્રદાયનો ફરીથી વિવાદ ! હવે ભગવાન કૃષ્ણને લઈને વિવાદમાં

ઓ લાગે વૈકુંઠથી રુડુ વડતાલ, હીંડોળે હરિ ઝૂલતા રે… આ ગીતની પંક્તિઓ પરત ખેંચી લેવી પડે તેવા દિવસો આવી ગયા લાગે છે…. તેનું કારણ એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ મંદિરના ફિરકાએ પ્રકાશિત કરેલા પુસ્તકમાં ભગવાન કૃષ્ણ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના પગલે હિંદુ સંગઠનોમાં આક્રોશ છે….આગામી દિવસોમાં સ્વામિનારાયણ મંદિરના પુસ્તકોની હોળી કરવાનો કોલ આપવામાં આવી શકે છે તેમ સનાતન ધર્મના સંતોના એક સૂત્રએ જણાવ્યું હતું….

વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુ ગોપાલાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં વાર્તા નંબર 33માં જણાવાયું હતું કે દ્વારકામાં ભગવાન ક્યાંથી હોય? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાવો…. આ લખાણના પગલે સનાતન ધર્મના અનુયાયીઓ મેદાનમાં ઉતરી પડ્યા છે.

આ વિવાદને લઈને દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્યએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયને અસ્તિત્વમાં આવ્યે માંડ 200થી 250 વર્ષ થયા છે…. હવે તે પાંચ હજાર કરતાં પણ વધારે જૂના ભગવાન કૃષ્ણ અંગે તેનો મત જ કઈ રીતે આપી શકે…. તેની સાથે તેમણે આ સંપ્રદાયની ભગવાન કૃષ્ણ અંગેની જાણકારી સામે પણ સવાલ ઉઠાવ્યો હતો….

તેમણે જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પહેલા સનાતન ધર્મ અંગે વિસ્તારપૂર્વક જાણવાની અને સમજવાની જરૂર છે…. તેથી તેઓ તેમના પુસ્તકો લખે તે પહેલા કમસેકમ સનાતન ધર્મના પુસ્તકો વાંચી પણ જાય, જેથી તેઓ કમસેકમ એવું લખાણ લખી શકે કે જેથી વિવાદ ન થાય…. તેમના દ્વારા સર્જવામાં આવતો વિવાદ દર્શાવે છે કે સનાતન ધર્મ અંગે તેમનું જ્ઞાન કેટલું મર્યાદિત છે…. એક નાનું ખાબોચિયું સાગરનું મૂલ્યાંકન કરવા નીકળે તેવી આ વાત છે….તેઓ પોતાની લીટી મોટી બતાવવા જતાં બીજાને નાના ચીતરે તે કોઈ કાળે સાંખી ન લેવાય….

આટલો વિવાદ ઓછો પડતો હોય તેમ સુરત વેડ રોડ પરના નીલકંઠ સ્વામીનું પણ વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમનો દાવો છે કે મહારાજ કહે કે અમે દ્વારકા ગયા હતા ત્યાં દ્વારકાધીશે અમે જણાવ્યું હતું કે વડતાળમાં મોટું મંદિર બનાવો, હું ત્યાં આવીશ. દ્વારકાધીશે મહારાજને જણાવ્યું હતું કે આપ કોઈ મોટું ધામ કે વિશાળ મંદિર બનાવો. મારી ઇચ્છા છે કે મારે ત્યાં નિવાસ કરવો છે. સચ્ચિદાનંદ સ્વામી આગળ દ્વારકાધીશ સ્વયં પ્રગટ થયા હતા. દ્વારકાધીશ સ્વયં પોતે એક સ્વરૂપમાં સ્વામી સાથે વડતાળ આવવા નીકળ્યા હતા તેવું તેમણે કહેતા હાલમાં ચાલતા વિવાદમાં રીતસરનું ઘી હોમાયું છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકની આ વાત પ્રકાશમાં આવતા રાજ્યના માલધારી સમાજમાં પણ તેના આકરા પ્રત્યાઘાત પડ્યા છે… રાજ્યના વિવિધ શહેરોમાં માલધારી સમાજે આ લખાણ સામે આકરો વિરોધ નોંધાવ્યો છે….રાજકોટમાં તો માલધારી સમાજે આવેદન આપીને જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હિંદુ દેવી દેવતાનું અપમાન કરવામાં આવ્યું છે…. તેમના દ્વારા સનાતન ધર્મના અનુયાયીઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી છે. તેઓ આ પ્રકારના લખાણોવાળા પુસ્તકો પરત ખેંચે અને દ્વારકા જઈને માફી માંગે….

માલધારી સમાજે સ્પષ્ટ સુણાવી દીધું છે કે આ રીતે સનાતન ધર્મનું અપમાન સહન નહીં થાય…. સ્વામિનારાયણ સંપ્રદાય માફી નહીં માંગ અને તંત્ર પગલાં નહીં ભરે તો માલધારીઓ બાકીના બધા સમાજોને ભેગા કરીને સ્વામિનારાયણ સંપ્રદાય સામે પગલાં લેવા ઉગ્ર આંદોલન કરશે…. આ આંદોલન અત્યાર સુધીનું સૌથી મોટું અને ઉગ્ર આંદોલન હશે તેવી ચીમકી પણ તેમણે આપી હતી….

હિંદુ સંગઠનો સ્વામિનારાયણ સંપ્રદાય આ મુદ્દે માફી માંગે તે માંગ પર અડગ છે તો બીજી બાજુએ વડતાલ મંદિરથી આને લઈને કોઈ નિવેદન જ આવ્યું નથી…. આમ આગામી વિવાદોમાં આ ધાર્મિક વિવાદ રાજકીય ગરમી પકડે તો આશ્ચર્ય નહીં થાય….

અમદાવાદમાં ભગવા સેનાના વડા કમલ રાવલે જણાવ્યું હતું કે ક્યાં દ્વારકાના નાથ અને ક્યાં ઘનશ્યામ પાંડે. દ્વારકાના નાથની સાથે તેમની તો તુલના પણ ન થઈ શકે… સંપ્રદાયે પોતે આવું લખતાં પહેલાં વિચારવાની જરૂર હતી. તેમણે સનાતન ધર્મના લોકોને આગળ આવીને તેના વિરોધમાં જોડાવવા માટે આહવાન કર્યુ હતું….આ સંપ્રદાયને કદાચ દ્વારકાધીશ માફ કરી દેશે, પરંતુ અમે તો તેને માફ નહીં જ કરીએ….

તેમણે ઉમેર્યુ હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય સતત સનાતન ધર્મની આસ્થા સાથે ચેડાં કરી રહ્યો છે. તે એક પછી એક વિવાદો સર્જતો જ રહ્યો છે…  પહેલાં તો તેણે હનુમાનજીનો વિવાદ સર્જયો હતો…. હનુમાનજીને તેણે ભગવાન સ્વામિનારાયણના સેવક ગણાવ્યા હતા…. હવે ક્યાં અમરત્વ ધરાવતા હનુમાનજી અને ક્યાં અઢીસો વર્ષ પહેલાના સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન…. તેઓએ આવી રીતસરની મૂર્તિઓ બનાવી હતી, તેના કારણે વિવાદ થયો હતો…. તેના પછી શંકર ભગવાનને લઈને વિવાદ સર્જયો હતો…. છેલ્લે તો વીરપુરના જલારામ બાપા પણ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદમાં આવી ગયા હતા….

હવે સંપ્રદાયે આ નવો વિવાદ સર્જયો છે… આ જોતાં એવું જ લાગે કે જાણે સ્વામિનારાયણ સંપ્રદાયે હિંદુઓની આસ્થાની ઠેકડી ઉડાડવાનો રીતસરનો ઠેકો લઈ લીધો લાગે છે….થોડો સમય વીતતો નથીને કોઈને કોઈ સ્વામિનારાયણ સંત હિંદુઓની આસ્થાને લઈને વિપરીત ટિપ્પણી કરતા રહે છે…. આના લીધે હિંદુ સમાજની સાથે-સાથે સંતસમાજ પણ તેનાથી ઘણો નારાજ છે….આગામી દિવસોમાં આ નારાજગી રસ્તા પર દેખાવવાની છે….

આ અગાઉ પણ જલારામ બાપાનો વિવાદ થયો તે સમયે સંત સમાજે ભેગા થઈને સ્વામિનારાયણ સંપ્રદાયના બધા 14 ફીરકાને નોટિસ પાઠવી હતી….કોઈએ હજી સુધી તેનો જવાબ આપ્યો નથી. આગામી સમયમાં નોટિસોના પુનરાવર્તનનો આંકડો વધી શકે…. આમ સ્વામિનારાયણ સંપ્રદાયના સારા શાસ્ત્રજ્ઞ અને વકીલ બંનેની જરૂર લાગે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયા-પોલીસની સાંઠગાંઠનો વિસ્ફોટક પર્દાફાશ

આ પણ વાંચો: માતરમાં ભાજપની કચેરીનું વીજ જોડાણ કટ, ‘બિલ’ કોના માથે ફાટશે?

આ પણ વાંચો: મારા પુત્રને અધમૂઓ કરીને બસ આગળ ફેંકી દઈ હત્યા કરાઈ: રતનલાલ જાટ