Banaskantha/ બનાસકાંઠામાં વાહનચેકિંગ દરમિયાન પકડાઈ પિસ્ટલ

લક્ઝરી બસમાંથી પિસ્ટલ સાથે બે શખ્સો ઝડપાયા

Gujarat Top Stories

Banaskantha News : બનાસકાંઠાના ધાનેરામાં પોલીસે પિસ્ટલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ બનાસકાંઠાના ધાનેરામાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. દરમિયાન નેનાવા બોર્ડર પાસેથી લક્ઝરી બસમાંથી પિસ્ટલ સાથે પોલીસે બે શક્સોને દબોચી લીધા હતા.

પોલીસ તપાસમાં બન્ને શક્સો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. બન્ને શખ્સોએ આ પિસ્ટલ ક્યાંથી મેળવી અને તેનો ક્યાંય ઉપયોગ કર્યો છે કે કેમ તેની ધાનેરા પોલીસ તપાસ કરી રહી છે.

બે દિવસ પહેલા જ અહીંથી પોલીસે 16 પેટી દારૂનો જથ્થો પકડ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચંપારણમાં જતા પહેલા CM યોગી આદિત્યનાથનું હેલિકોપ્ટર રસ્તામાં ખોવાયું, પાયલોટની સમયસૂચકતા

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહ આજે આરામાં કરશે જાહેરસભા અને રેલી, મંત્રી અને સાંસદોનો થશે જમાવડો

આ પણ વાંચો:અંબાલાથી વૈષ્ણોદેવીના દર્શન જતી મીની બસનો થયો ભયંકર અકસ્માત, 7ના મોત અને 20 ઘાયલ