Dwarka News : સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકને લઈને વિવાદ જાગ્યો છે. જેમાં હિંદુ સંગઠનોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. આ પુસ્તમાં ભગવાન દ્વારકામાં નથી પણ વડતાલમાં છે તેવો ઉલ્લેખ કરાતા હિન્દુ સંગઠ્ઠનોમાં રોષની લાગણી ફેલાઈ છે. જેને પગલે ભગવા સેનાના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે ‘ઘનશ્યામ પાંડેનું કોઈ અસ્તિત્વ નથી દ્વારકાના નાથ સામે’તેમ જણાવ્યું હતું. તે સિવાય તેમણે ‘સનાતન ધર્મના લોકો હવે મેદાનમાં આવી જાવ’ તેવિ આહ્વાન પણ કર્યું હતું.
‘સ્વામિનારાયણ સંપ્રદાય સનાતનની આસ્થા સાથે ચેડા કરે છે, તેમ તેમણે કહ્યું હતું. તેમણે આકરા શભ્દોમાં કહ્યું હતું કે ‘દ્વારકાધીશની માફી માગે તો પણ માફી આપવાની નથી’અને ‘હવે કોઈ પણ રીતે આ સંપ્રદાયને છોડવાનો નથી’. તેમણે ‘હવે માફી નહિ ,હવે જોવા જેવી થશે’, એમ કહ્યું હતું.
રાજકોટમાં માલધારી સમાજના લોકોએ પણ આ વિવાદિત લખાણ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વડતાલ સ્વામિનારાયણ મંદિરના પુસ્તકોમાં દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું છે અને આ લખાણ સનાતન ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. માલધારી સમાજના આગેવાનોએ માંગણી કરી હતી કે તાત્કાલિક અસરથી આ પુસ્તકો પાછા ખેંચવામાં આવે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારકા જઈને માફી માંગે.
માલધારી સમાજે ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ અઢારેય વરણના લોકોને એકત્ર કરીને સંમેલન કરશે અને ત્યારબાદ રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે. તેમનું કહેવું છે કે સનાતન ધર્મ અને તેમના દેવી-દેવતાઓનું અપમાન સહન કરવામાં નહીં આવે.
આ ઘટનાએ સ્વામિનારાયણ સંપ્રદાય અને હિન્દુ સંગઠનો વચ્ચે તણાવ વધાર્યો છે. હિન્દુ સંગઠનો આ લખાણને સનાતન ધર્મનું અપમાન ગણી રહ્યા છે અને માફીની માંગણી પર અડગ છે. બીજી તરફ, સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ વિવાદ આગામી દિવસોમાં શું સ્વરૂપ લેશે તે જોવાનું રહેશે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે હિન્દુ સંગઠનો આ મુદ્દાને સરળતાથી છોડવાના મૂડમાં નથી અને તેઓ સ્વામિનારાયણ સંપ્રદાય પર દબાણ વધારવા માટે તમામ પ્રયાસો કરશે.
આ પણ વાંચો: જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જેકે સ્વામીની CID ક્રાઈમે કરી ધરપકડ
આ પણ વાંચો: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા ઠગાઈનો મામલો
આ પણ વાંચો: સોખડા સ્વામિનારાયણ મંદિર આપઘાત કેસમાં કોર્ટે તપાસને આપી મંજૂરી
