Gujarat News : વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા ઠગાઈનો મામલો સામે આવ્યો છે. જેમાં સાધુઓ દ્વારા કરોડોની ઠગાઈ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.સ્વામીનારાયણ સંપ્રદાયના આ ભગવાધારી સાધુઓ દ્વારા કરોડો રૂપિયા પડાવવાનું કારસ્તાન કરવામાં આવ્યું હતું. સ્વામીનારાયણ મંદિર અને ગૌશાળાના નામે 1.76 કરોડની ઠગાઈ કરવામાં આવી હોવાની ચર્ચા છે.
જેમાં અલગ અલગ જિલ્લાના ચાર સ્વામી અને 8 લોકો સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. સીઆઈડી ક્રાઈમ કૌભાંડી સાધુઓ અને અન્યો વિરૂધ્ધ જીપીઆઈડી એક્ટ લાગુ કરવામાંઆવશે. સીઆઈડી ક્રાઈમે આ કેસની તપાસમાં 18 લાખ રૂપિયા રિકવર કર્યા છે. તે સિવાય વડતાલના ચાર સ્વામીના એકાઉન્ટ ફ્રીઝ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. CID ક્રાઇમની તપાસમાં વધુ ઘટસ્ફોટ થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ પણ વાંચોઃ ભેસ્તાન સ્થિત આવાસમાં બાળકે પાણી સમજી એસિડ પી લીધું
આ પણ વાંચોઃ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ટીનેજર બાળકોની સ્કૂલ બેગમાંથી નીકળ્યું…..
આ પણ વાંચોઃ સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સ્ટંટ કરવા જતા 11 વર્ષની બાળકીએ ગુમાવ્યો જીવ