- સુરતમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો
- સ્ટંટ કરતા બાળકીનો ગળે ફાંસો થવાથી મોત
- મહિધરપુરા વિસ્તારમાં વોચમેનની પુત્રીનું મોત
- નેપાળી પરિવારની 11 વર્ષની બાળકીનું મોત
સ્ટંટ કરવાના ચક્કરમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં સ્ટંટ કરતા એક 11 વર્ષની બાળકીનું ગળેફાંસો થવાથી મોત નિપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, સુરતનાં મહિધરપુરા વિસ્તારમાં 11 વર્ષની બાળકી સ્ટંટ કરી રહી હતી ત્યારે આચાનક ગળેફાંસો આવી જવાથી મોતને ભેટી હતી. જણાવીએ કે આ બાળકીનાં પિતા વોચમેનની છે. નેપાળી પરિવારની બાળકીનું આ રીતે મોત થતા સમગ્ર પરિવારમાં શોક છવાઈ ગયો છે.
આ પણ વાંચો : પાંડેસરાનાં સરસ્વતી આવાસમાં સ્લેબ થયો ધરાશાયી, 8 માસની બાળકીનું મોત
મહત્વનું છે કે આ પહેલા પણ સુરત શહેરના સરથાણામાં રહેતો અને સ્ટન્ટના વીડિયો બનાવવાના શોખીન 13 વર્ષના મીતનો ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ તેના ઘરની જ બાલ્કનીમાંથી મળી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે મીત સતત મોબાઇલ પર વીડિયો બનાવતો હોવાથી તેની માતાએ મોબાઇલ ફોન લઈ લીધો હતો.
આ પણ વાંચો : રખિયાલમાં યુવકનાં રિસેપ્શનમાં પહોંચી પહેલી પત્ની, પછી થયું આવું…
મીતના પિતા અશ્વિનભાઈ વીરડિયા મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના કેરાળા ગામના વતની છે. તેઓ સરથાણાની માનસરોવર સોસાયટી ખાતે પરિવાર સાથે રહે છે. અશ્વિનભાઈને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. જેમાંથી મીતની ઉંમર 13 વર્ષ હતી. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક મીતને ડાન્સ, સ્ટન્ટ અને ગીત ગાવાનો ખૂબ શોખ હતો. મીતના પિતા એમ્બ્રોઈડરનું ખાતું ધરાવતા હોવાની માહિતી મળી હતી.
આ પણ વાંચો :ધોરણ 12ના વિદ્યાર્થી માટે બોર્ડનો મોટો નિર્ણય, પરિણામથી અસંતોષ હોય તો પરીક્ષા આપી શકશો