દક્ષિણ કાશ્મીરના કુલગામના ડીએચ પોરામાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. સૂત્રોનું માનીએ તો હજુ પણ બે આતંકવાદીઓ આ વિસ્તારમાં ફસાયેલા છે. હાલ બંને તરફથી ગોળીબાર ચાલુ છે. આતંકીઓના મૃતદેહ હજુ સુધી મળી શક્યા નથી.
#WATCH | J&K | Joint operation by security forces against terrorists continues for the second day at Samnoo area of Kulgam. Army's 34 Rashtriya Riffles, 9 Para (elite special forces unit), Police and CRPF are carrying out the operation.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/2gymTKFMA2
— ANI (@ANI) November 17, 2023
ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ ગઈકાલે બપોરે સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યાર બાદ આતંકીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારથી ઓપરેશન ચાલુ હતું.
ગયા મહિને જમ્મુ-કાશ્મીરમાં એક આતંકવાદીએ ઈદગાહ વિસ્તારમાં ત્રણ ગોળીઓ મારીને પોલીસ ઈન્સ્પેક્ટરની હત્યા કરી નાખી હતી. ઈન્સ્પેક્ટરની ઓળખ મસરૂર અલી વાની તરીકે થઈ હતી. TRFએ આ હુમલાની જવાબદારી લીધી હતી. જ્યારે હુમલો થયો ત્યારે ઈન્સ્પેક્ટર સ્થાનિક યુવકો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં 13 સપ્ટેમ્બરે થયેલા આતંકી હુમલામાં ત્રણ અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા હતા. સુરક્ષા દળો જ્યારે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો.
આ પણ વાંચો: ગાઝામાં 11 હજારથી વધુ પેલેસ્ટાઈનના મોત, 2700થી વધુ ગુમ
આ પણ વાંચો: ભારત-ઓસ્ટ્રેલિયા 20 વર્ષ બાદ ફરી વર્લ્ડકપની ફાઇનલમાં ટકરાશે
આ પણ વાંચો: આ નાની-નાની ભૂલો ધ્યાન નહીં આપો, તો લગ્ન જીવન થઈ શકે છે બરબાદ

