પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટથી હરાવીને તેની આઠમી વર્લ્ડ કપ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તેનો સામનો અમદાવાદમાં 19 નવેમ્બરે યજમાન ભારત સામે થશે. 20 વર્ષ બાદ ભારત ફરી એકવાર વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. કોણ ભૂલી શકે છે કે 23 માર્ચ 2003ના વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને 125 રને હરાવીને તેનું ટાઈટલ જીતવાનું સપનું તોડ્યું હતું.
ભારત-ઓસ્ટ્રેલિયા 20 વર્ષ બાદ ફરી વર્લ્ડ કપ ફાઇનલમાં ટકરાશે
સૌરવ ગાંગુલી ટીમ ઈન્ડિયાના કેપ્ટન હતા, જે 2003 વર્લ્ડ કપની ફાઈનલ ઓસ્ટ્રેલિયા સામે હારી હતી અને તે વર્લ્ડ કપમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે સૌથી વધુ 673 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરના 673 રન છતાં ભારત ખિતાબ જીતવામાં સફળ થઈ શક્યું નથી. 2003ના વર્લ્ડકપની ફાઇનલમાં મળેલી હારથી સચિન તેંડુલકર સહિત ભારતના તમામ ક્રિકેટ ચાહકોનું દિલ તૂટી ગયું હતું, પરંતુ હવે ભારત પાસે એ જ હારનો બદલો લેવાની સુવર્ણ તક છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 20 વર્ષ બાદ વર્લ્ડ કપની ફાઇનલમાં આમને-સામને થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા કોણ કોના પર ભારે
વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 13 મેચ રમાઈ છે. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપમાં ભારત સામે કુલ 8 મેચ જીતી છે. આ સાથે જ વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે કુલ 5 મેચ જીતી છે. ભારતે 1983માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ જીતી હતી. ત્યારે કપિલ દેવની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ કાંગારૂ ટીમને 118 રનથી હરાવ્યું હતું.
ભારતની નજર ઓસ્ટ્રેલિયાને હરાવીને ટાઈટલ જીતવા પર
ભારતે 1987ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી મેચમાં 56 રનથી જીત મેળવી હતી. 2011ના વર્લ્ડ કપમાં ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું. 2019ના વર્લ્ડ કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું હતું. 2023ના વર્લ્ડ કપમાં ચેન્નાઈમાં રમાયેલી લીગ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. હવે ભારતની નજર 2023 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ટાઇટલ જીતવા પર છે.
આ પણ વાંચો: આ નાની-નાની ભૂલો ધ્યાન નહીં આપો, તો લગ્ન જીવન થઈ શકે છે બરબાદ
આ પણ વાંચો: આ રાશિના જાતકોના જીવનમાં પ્રેમના નવા સંબંધ બંધાય, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય
આ પણ વાંચો: ભારતીય મૂળની આ મહિલાને રાષ્ટ્રપતિ બિડેને મોટી જવાબદારી સોંપી