Not Set/ હડકવાના કારણે હિંસક બનેલા આ કુતરા એ 18 લોકોની હાલત કેવી ગંભીર કરી નાંખી, વાંચો

ધરમપુર દક્ષિણ ગુજરાતના ધરમપુર જિલ્લાના એક ગામમાં હડકાયા થયેલા એક કુતરા એ એવો 18 જેટલા લોકોની હાલત ખરાબ કરી નાખી હતી.હડકવાના કારણે ગુસ્સે ભરાયેલા આ કુતરા એ  24 કલાકમાં ૧૮ લોકોને કરડી આતંક મચાવી દીધો હતો.આ કૂતરું એટલું વિકરાળ બન્યું હતું કે કેટલાક લોકોને તો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. નાના બાળકથી લઇ […]

Top Stories
1387382088Dog હડકવાના કારણે હિંસક બનેલા આ કુતરા એ 18 લોકોની હાલત કેવી ગંભીર કરી નાંખી, વાંચો
ધરમપુર
દક્ષિણ ગુજરાતના ધરમપુર જિલ્લાના એક ગામમાં હડકાયા થયેલા એક કુતરા એ એવો 18 જેટલા લોકોની હાલત ખરાબ કરી નાખી હતી.હડકવાના કારણે ગુસ્સે ભરાયેલા આ કુતરા એ  24 કલાકમાં ૧૮ લોકોને કરડી આતંક મચાવી દીધો હતો.આ કૂતરું એટલું વિકરાળ બન્યું હતું કે કેટલાક લોકોને તો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
નાના બાળકથી લઇ વૃદ્ધો અને મહિલાઓને કુતરાએ શિકાર બનાવતાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. જોકે, ૧૮ કલાક બાદ નગર પાલિકાના ફાયર ફાઇટરોએ કુતરાને પકડી લેતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ધરમપુર નજીકના માલનપાડા ગામે એક કુતરાને અચાનક હડકવાનો વાઇરસ લાગુ પડયો હતો. આ કુતરાએ ગત સાંજે ૬ કલાકે આંબેડનગર વિસ્તારમાં ઘર પાસે રમતા સૂચિત જાદવ (ઉ.વ.૧૦)ને પહેલો શિકાર બનાવી બચકું ભર્યું હતું. જેન પગલે લોકો એકત્ર થઇ ગયા હતા અને કુતરાને મહોલ્લામાંથી ભગાડી મુક્યો હતો. સૂચિતને સ્ટેટ હોસ્પિટલમાં લઇ જવાયો હતો.
બીજી તરફ હડકાયેલું કુતરૃં નવીનગરીમાં પહોંચ્યું હતુ. જ્યાં મેહુલ કિશોરભાઇ પટેલ (ઉ.વ.૧૭) અને તેના મિત્ર શિવશંકર પ્રજાપતિ પર એટેક કરી તેને પણ બચકા ભર્યા હતા.હિસંક કુતરાના શિકાર બનેલા આ બંનેને પણ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યારબાદ કુતરો વધુ ખુંખાર બન્યો અને યુુપીથી જમાઇના ઘરે આવેલા સીયારામ દિબોલે પ્રજાપતિ (ઉ.વ.૬૫) પર હુમલો કર્યો હતો.
જેને ગંભીર રીતે કરડતાં ૧૬ ટાંકા લેવા પડયા હતા. જેને લઇ ગામના લોકોએ કુતરાને ગામમાંથી ભગાડી મુક્યો હતો.  બાદમાં કુતરો બાજુના બારોલિયા ગામે પહોંચ્યો હતો. જ્યાં બે નાની બાળકીને અને પછી આશાવર્કર સહિત અનેક વ્યક્તિઓ પર હુમલો કરતો ગયો હતો.
આ તમામને સારવાર અર્થે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમને સારવાર અપાઇ હતી. ગત સાંજથી આતંક મચાવતા હડકાયેલા કુતરાને ધરમપુર પાલિકાના ફાયર વિભાગની ટીમે મંગળવારે ૧૮ કલાક બાદ ભારે જેહમત બાદ પકડી પાડયો હતો. જેને અંતરિયાળ વિસ્તારમાં છોડી દીધો હોવાનું જણાવ્યું હતુ. જોકે, બીજી તરફ કુતરા પર પાણી છાંટી તેને મારી નંખાયો હોવાની પણ ચર્ચા ચાલી હતી. પાલિકાની ટીમે કુતરાને પકડી લેતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.