GST raid/ વલસાડના તમાકુના વેપારીઓમાં ફફડાટઃ GSTએ હાથ ધર્યુ સર્ચ ઓપરેશન

વલસાડમાં GSTએ સર્ચ ઓપરેશન હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં જિલ્લામાં વિવિધ વેપારીઓને ત્યાં જીએસટી એકમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જીએસટી વિભાગે વલસાડના તમાકુના હોલસેલના વેપારીઓને ત્યાં દરોડો પાડ્યો છે

Top Stories Gujarat
GST Raid વલસાડના તમાકુના વેપારીઓમાં ફફડાટઃ GSTએ હાથ ધર્યુ સર્ચ ઓપરેશન

વલસાડઃ વલસાડમાં GSTએ સર્ચ ઓપરેશન હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં GST-Raid જિલ્લામાં વિવિધ વેપારીઓને ત્યાં જીએસટી એકમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જીએસટી વિભાગે વલસાડના તમાકુના હોલસેલના વેપારીઓને ત્યાં દરોડો પાડ્યો છે. તેના કારણે કરચોરી કરનારાઓને ત્યાં ફફડાટ ફેલાયો છે.
જીએસટીમાં ગેરરીતિ ડામી દેવા માટે રાજ્યના GST-Raid પોલીસ વડા દ્વારા નીમવામાં આવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા અમરેલી ખાતે નોંધાયેલા ગુનામાં લગભગ 29 કરોડનું કૌભાંડ પકડવામાં આવ્યું છે. તેમાં 4.32 કરોડની કરચોરી કરવામાં આવી હોવાનું ખૂલ્યું છે. આ કૌભાંડમાં અત્યાર સુધી ચારની ધરપકડ કરવામાં આવી છે અને છ ગુનેગારો ફરાર છે.
સેન્ટ્રલ જીએસટી એડમિનિસ્ટ્રેશને પાન કે આધારની GST-Raid વિગતોનો દુરુપયોગ કરીને કરવામાં આવેલ 5000 જીએસટી રજિસ્ટ્રેશન શોધી કાઢ્યા છે. 1 જુલાઇ, 2017થી 30 જૂન, 2023 સુધીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) કલેમ કરવા માટે પાન કે આધારની વિગતોનો દુરુપયોગ કરીને 5000થી વધુ જીએસટી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતાં.
આ કૌભાંડમાં અત્યાર સુધીમાં સીટ દ્વારા ફિરોઝખાન GST-Raid ઉર્ફે પિન્ટુ ગફારખાન પઠાણ, વસીમ ઉર્ફે સાવજ મહેબુબભાઇ ખોખર, સલીમ ઉર્ફે રેહાન મનસુરભાઇ શરમાળી, સોહિલ ઝુબેરભાઇ ધાનાણીની ધરપકડ કરવામાં આવેલી છે. આ પૈકી ફિરોઝ, વસીમ અને સલીમ પાલિતાણા ટાઉનમાં નોંધાયેલા જીએસટી ગેરરીતિના કેસમાં પકડાઇ ચૂક્યા છે. અમરેલીમાં હજુ એક જીએસટી કૌભાંડની તપાસ ચાલી રહી છે, અને તેમાં પણ ભાવનગરના અનેક ભેજાબાજો આ કૌભાંડમાં સામેલ છે.
નાણા મંત્રાલય દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા GST-Raid આંકડાઓ અનુસાર પાન કે આધારની વિગતોનો દુરુપયોગ કરીને કરાયેલા 5000 જીએસટી રજિસ્ટ્રેશનથી અત્યાર સુધી કરાયેલ 27000 કરોડ રૂપિયાની કરચોરી પકડી પાડવામાં આવી છે. આવા કેસોની સંખ્યાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર યાદીમાં પ્રથમ ક્રમે છે. રકમની દ્રષ્ટિએ દિલ્હી યાદીમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં સૌથી વધારે ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા નકલી જિએસટી રજિસ્ટ્રેશન શોધવા માટે 16 મે, 2023થી વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચોઃ Suicide/સિહોરના પાડાપાણ ગામે ભાઈ-બહેને કર્યો આપઘાત,સુરતમાં બે મહિના પહેલા પરિવારના 4 સભ્યોએ કરી હતી આત્મહત્યા

આ પણ વાંચોઃ મોટા સમાચાર/પોલીસકર્મીઓ ચેતીજાજો, ટ્રાફિકના નિયમોનો ચુસ્તપણે પાલન કરવા DGPનો નિર્દેશ

આ પણ વાંચોઃ સુરત/વરાછાના મોતી નગર સોસાયટીમાંથી ત્રણ સગીર બાળકીઓ રહસ્યમય રીતે ગુમ

આ પણ વાંચોઃ નકલી ડોક્ટર પણ છેતરપિંડી અસલી/દિલના ડોકટરે અનેક મહિલાઓનો ચોર્યા દિલ, 4.5 કરોડની કરી છેતરપિંડી

આ પણ વાંચોઃ Surat/ડાયમંડ સિટી સુરતમાં વધ્યો ક્રાઇમ રેટ, વિધર્મી યુવકે સગીરા સાથે આચર્યું દુષ્કર્મ