Cold Wave/ ઉત્તરમાં શીત લહેરથી  હિમવર્ષા , દેશના અન્ય ભાગોમાં ઠંડી વધશે

દર વર્ષે ડિસેમ્બર મહિનામાં હિમાલયના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં બરફ વર્ષા થતી હોય છે. આ વર્ષે પણ ઉત્તર ભારતના ત્રણ રાજ્યો લદ્દાખ , હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉત્તરીય વિસ્તારોમાં

Top Stories India
cold in noorth

 દર વર્ષે ડિસેમ્બર મહિનામાં હિમાલયના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં બરફ વર્ષા થતી હોય છે. આ વર્ષે પણ ઉત્તર ભારતના ત્રણ રાજ્યો લદ્દાખ , હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉત્તરીય વિસ્તારોમાં આગામી 24 કલાકમાં હળવા વરસાદ અને ઉંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાનું અનુમાન છે. મોસમ સાથે સંકળાયેલી જાણકારી આપનારી ખાનગી કંપની સ્કાઈમેટ પ્રમાણે મોસમી સિસ્ટમ લદ્દાખ ઉપર પહોચી ગયઈ છે પહાડો ઉપર મોસમ સાફ થવા લાગ્યું છે.ખાનગી એજન્સી પ્રમાણે જમ્મુ-કશ્મીર ગિલકીસ્ટ , બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં વાતાવરણ સાફ રહેશે. તેમજ દિલ્હીમાં આગામી થોડા દિવસોમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ જોવા મળશે.

Indian Encyclopedia: Himalayan Mountain Range, Indian Mountain

suicide attempt / સુરતમાં મહિલા પી.એસ.આઇ આપઘાત કેસમાં પતિ સહિત પાંચ જણા સામે ગ…

હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી એનસીઆના કેટલાક શહેરોમાં તાપમાન સામાન્યથી નીચે જઈ શકે છે. આ વિસ્તરોમાં શીત લહેર બની શકે છે. હિમાચલ પ્રદેશના કોઠી અને ગોંડલામાં 30-30 સેન્ટીમીટર બરફ વર્ષા થઈ શકે છે. કેલોંગમાં 12 સેન્ટીમીટર, મનાલીમાં 12 સેન્ટીમીટર, કલ્પામાં 7.5 સેન્ટીમિટર અને ડેલહાઉઝીમાં ચાર સેન્ટીમીટર વરસાદ નોંધાયો છે. ઉત્તરમાં હિમવર્ષા અને ઠંડા પવનોના કારણે દેશભરમાં ઠંડી વધી શકે છે.

 

ભાજપ / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કેન્દ્રસ્થાને રાખીને ચૂંટણી ઇનચા…

આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસોથી હળવો વરસાદ ચાલું છે. અરબ સાગરમાં બનેલી ચક્રવાતી સ્થિતિના કારણે રાજ્યમાં વરસાદી સ્થિતિ સર્જાઈ છે. રવિવાર સવારે ધુમ્મસ જેવી સ્થિતિ રહી હતી.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાતી ક્ષેત્ર નબળું પડવાના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થવાની સાથે હવાની ગતી 9થી 10 કીમી પ્રતિ કલાક સુધી મહત્તમ થવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશ અને બિહારની વાત કરીએ તો 14 અને 15 ડિસેમ્બરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. ઉત્તર ભારતમાં ઠંડી વધે છે ત્યારે એક સપ્તાહમાં તેની અસર ગુજરાતમાં થાય છે. આમ હવે ગુજરાતમાં પણ ઠંડી ચમકારો આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

suicide attempt / સુરતમાં મહિલા પી.એસ.આઇ આપઘાત કેસમાં પતિ સહિત પાંચ જણા સામે ગ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…