Not Set/ #CoronaIndia/ છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ 55 હજારથી વધુ કેસ

  ભારતમાં શુક્રવારે સવારે એક દિવસમાં સૌથી વધુ કોરોનાવાયરસનાં કેસ નોંધાયા છે. 31 જુલાઈએ છેલ્લા 24 કલાકમાં, દેશમાં નવા કોરોનાવાયરસ દર્દીઓનાં કેસ 55,000 થી વધુ થઈ ગયા છે. એક જ દિવસમાં મહત્તમ 55,078 નવા COVID-19 કેસ નોંધાયા છે, જ્યારે 779 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આ સાથે ભારતમાં કુલ કોરોનાવાયરસ કેસ 16 લાખને વટાવી ગયા છે. […]

India
b6d49e8854ab5109d9d2c9b386860d35 #CoronaIndia/ છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ 55 હજારથી વધુ કેસ
b6d49e8854ab5109d9d2c9b386860d35 #CoronaIndia/ છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ 55 હજારથી વધુ કેસ 

ભારતમાં શુક્રવારે સવારે એક દિવસમાં સૌથી વધુ કોરોનાવાયરસનાં કેસ નોંધાયા છે. 31 જુલાઈએ છેલ્લા 24 કલાકમાં, દેશમાં નવા કોરોનાવાયરસ દર્દીઓનાં કેસ 55,000 થી વધુ થઈ ગયા છે. એક જ દિવસમાં મહત્તમ 55,078 નવા COVID-19 કેસ નોંધાયા છે, જ્યારે 779 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

આ સાથે ભારતમાં કુલ કોરોનાવાયરસ કેસ 16 લાખને વટાવી ગયા છે. દેશમાં હાલમાં વાયરસનાં કુલ કેસ 16,38,870 થયા છે. હાલમાં દેશમાં સંક્રમણનાં કુલ પોઝિટિવ કેસ 5,45,318 છે. ભારતને 16 લાખનો આંકડો પાર કરવામાં માત્ર 183 દિવસનો સમય લાગ્યો છે. આ મહામારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 10,57,805 થઇ ચુકી છે. દેશમાં રિકવરી દર હાલમાં 64.54 ટકા પર ચાલી રહ્યો છે. દેશમાં આ રોગથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 35,747 થઈ ગઈ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 779 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.