Gujarat News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગુજરાત આવશે. બપોર હિરાસર એરપોર્ટ પરિસરમાં જ બેઠક યોજશે. બેઠકમાં અગ્નિકાંડને લઈ મહત્વના નિર્ણયો લઈ શકે છે તેવી સંભાવના છે.
લોકસભા ચૂંટણી 2024નો આવતીકાલે સાતમો અને અંતિમ તબક્કો છે. તેના એક દિવસ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન કરશે. પરંપરા મુજબ ચૂંટણી પ્રચાર પૂર્ણ થઈ ગયા બાદ, મહાદેવના દર્શ, આરતી, પૂજા-અર્ચના કરશે. દર્શન બાદ રાજકોટ અગ્નિકાંડને લઈ હિરાસર એરપોર્ટ પર જ સમીક્ષા બેઠક કરશે.
રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોના પરિવારને પણ મળશે તેમ જણાઈ રહ્યું છે. અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા અંગે સૂચના આપશે. બેઠક બાદ મોટી કાર્યવાહી કરશે તેવા સંકેતો મળી રહ્યાં છે.
આ પણ વાંચો: રાજકોટ મનપાની મંજૂરી વગર PGVCLએ વીજ જોડાણ આપ્યું કઈ રીતે?
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ
આ પણ વાંચો: પાલનપુરમાં 4 બાળકોને વીજ કરંટ લાગ્યો, એક ફૂલ મુરઝાયું