Not Set/ કોરોનાનો રાજકીયક્ષેત્ર પર ફરી વજ્રઘાત, સુરત MLA પૂર્ણેશ મોદીનાં મોટા ભાઇનું નિધન

કોરોના દિવસે અને દિવસે પોતની ક્રુરતા બતાવી રહ્યો છે. સંક્રમણ અને મોતનાં સામે આવતા આંકડા લોકોમાં ભય ફેલાવી રહ્યા છે. બરાબર તેવા જ સમયે કોરોનાએ ફરી એક વખત રાજકીયક્ષેત્રને નિશાન બનાવ્યાનાં દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ફરી એક વખત કોરોનાનાં કારણે ગુજરાતનાં એક રાજકીય રીતે આગળ પરિવાર પર કોરોના વજ્રઘાત કરતો નજરે આવી રહ્યો […]

Gujarat Surat
862bd60a1c03ca81b8fefe8d182b4e8b કોરોનાનો રાજકીયક્ષેત્ર પર ફરી વજ્રઘાત, સુરત MLA પૂર્ણેશ મોદીનાં મોટા ભાઇનું નિધન

કોરોના દિવસે અને દિવસે પોતની ક્રુરતા બતાવી રહ્યો છે. સંક્રમણ અને મોતનાં સામે આવતા આંકડા લોકોમાં ભય ફેલાવી રહ્યા છે. બરાબર તેવા જ સમયે કોરોનાએ ફરી એક વખત રાજકીયક્ષેત્રને નિશાન બનાવ્યાનાં દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ફરી એક વખત કોરોનાનાં કારણે ગુજરાતનાં એક રાજકીય રીતે આગળ પરિવાર પર કોરોના વજ્રઘાત કરતો નજરે આવી રહ્યો છે. 

જી હા, સુરતનાં ધારાસભ્ય અને હાલમાં જ વિધાનસભાની પેટ-ચૂંટણીને લઇને ભાજપનાં સંગઠન માળખામાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે એવા પૂર્ણેશ મોદીનાં મોટાભાઈનું કોરોનાનાં કારણે નિધન થયુ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતનાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીનાં મોટાભાઇ દિપક મોદીનું કોરોનાથી નિધન થયું છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્ણેશ મોદી સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય છે. મરણજનાર પૂર્ણેશ મોદીનાં મોટાભાઇ અડાજણની બાપ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ત્યાંજ તેમનુ મોત નીપજ્યું છે. જો કે, પ્રાપ્ત માહિતી પ્રમાણે કોરોનાનો શિકાર બનેલા અને હાલ સારવાર હેઠળ રાખવામાં આવેલા સુરતના ધારાસભ્ય પુર્ણેશ મોદી હાલ સ્વસ્થ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews